આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં છેલ્લા 12 વર્ષથી ઇંગ્લેન્ડનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા કૂકે કહ્યું, ‘મારી માનસિક ફૂર્તી હવે ઓછી થઇ ગઇ છે, હું હંમેશા માનસિક રીતે મજબૂત રહ્યો છું, પણ હવે મારી માનસિક ફૂર્તી ઓછી થઇ રહી છે અને ફરીથી તેને મેળવવી મુશ્કેલ છે.’
2/5
3/5
કૂકે 59 ટેસ્ટ અને 92 વનડેમાં ટીમમાં કેપ્ટની કરી છે. જેમાંથી તેમને ઓસ્ટ્રેલિયામાં એશિઝ સીરીઝામાં જીત (2010-10માં અન્ડ્ર્યૂ સ્ટૉસની કેપ્ટનસીમાં)ની સાથે પોતાની કેપ્ટનશિપમાં ભારત સીરીઝ જીતને કેરિયરની સૌથી મોટી સફળતા ગણાવી.
4/5
33 વર્ષીય કૂકે કહ્યું કે, જો સાઉથમ્પટન ટેસ્ટ બાદ સીરીઝ ના જીતતા તો તે પોતાના સન્યાસનો નિર્ણય ના લેતો. તેને કહ્યું કે, ‘સાચુ કહું તો મારા એક મિત્રએ મને એ જાણવા ફોન કર્યો કે હું જીવું છું કે નહીં, કેમકે દરેક વ્યક્તિ એવી રીતે વાત કરે છે જાણે હું મરી ગયો હોઉં.'
5/5
નવી દિલ્હીઃ ઇંગ્લેન્ડના દિગ્ગજ ઓપનર બેટ્સમેન એલિસ્ટર કૂકે હાલમાં જ ક્રિકેટમાંથી સન્યાસ લઇ લીધો છે. કૂકે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી એટલા માટે સન્યાસ લઇ લીધો કે તે પોતાની માનસિક ફૂર્તીને લઇને પરેશાન હતો. હવે તે સન્યાસ બાદ પહેલીવાર બોલ્યો છે. સીરીઝમાં ઇંગ્લેન્ડે ભારતીય ટીમે 3-1થી પરાજય આપ્યો છે.