શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ક્રિકેટના ઈતિહાસની દુર્લભ ઘટના, બધા ખેલાડી ‘0’ પર થઈ ગયા આઉટ, ટીમ 754 રને હારી
વિરોધી ટીમના બોલર્સનો આભાર માનો કે તેણે 7 એક્સસ્ટ્રા રન ( 6 વાઈડ અને 1 બાય) રન આપી દીધા.
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં અનેક અજીબોગરીબ ઘટનાઓ જોવા મળતી હોય છે. આજ ક્રમમાં એક દુર્લભ ઘટના બની છે, જ્યારે એક ટીમના તમામ ખેલાડીઓ શૂન્ય પર આઉટ થઈ ગયા. મુંબઈની પ્રતિષ્ઠિત U-16 ટૂર્નામેન્ટ હેરિસ શીલ્ડના પ્રથમ રાઉન્ડની નોક આઉચ મેચ દરમિયાન આ ઘટના જોવા મળી છે. હેરિસ શીલ્ડના 126 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ મેચ સૌથી અજીબોગરીબ મેચ રહી. આ મેચ બોલીવલીના સ્વામી વિવેકાનંદ ઇન્ટરનેશનલ સ્કૂલ અને અંધેરીના ચિલ્ડ્રન્સ વેલફેર સેન્ટર સ્કૂલની વચ્ચે રમાઈ હતી. અને આ ચિલ્ડ્રન્સ વેલફેર સેન્ટર સ્કૂલના બળકો હતા જે એક પણ રન ન કરી શક્યા કારણ કે બધા શૂન્ય પર આઉટ થઈ ગયા.
વિરોધી ટીમના બોલર્સનો આભાર માનો કે તેણે 7 એક્સસ્ટ્રા રન ( 6 વાઈડ અને 1 બાય) રન આપી દીધા. જો આવું ન થયું હોત તો સ્કોર બોર્ડ પર પણ 0 રન હોત. ચિલ્ડ્રન વેલફેરની ટીમ માત્ર 6 ઓવરોમાં જ ઓલ આઉટ થઈ ગઈ. વિવેકાનંદ ઈન્ટરનેશનલ સ્કૂલ તરફથી મીડિયમ પેસર અલોક પાલે ત્રણ ઓવરમાં 3 રન આપીને 6 વિકેટ લીધી. કેપ્ટન વરોદ વાજેએ 3 રન આપીને બે વિકેટ લીધી. બાકીના બે બેટ્સમેન રન આઉટ થયા.
આ શરમજનક પ્રદર્શનના કારણે ચિલ્ડ્રન વેલફેરની ટીમ 754 રનના વિશાળ અંતરથી મેચ હારી ગઈ. આ પરંપરાગત ઈન્ટરનેશનલ ટૂર્નામેન્ટમાં કદાચ સૌથી મોટી હાર હશે. આઝાદ મેદાનના ન્યૂ એરા ગ્રાઉન્ડ પર પહેલા બેટિંગ કરતા વિવેકાનંદ સ્કૂલે મીત માયેકરની ત્રેવડી સદી (338 રન અણનમ, 134 બોલ, 56 ચોગ્ગા અને સાત છગ્ગા)ની મદદથી 39 ઓવરમાં 761 રન બનાવ્યા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
રાજકોટ
દેશ
અમદાવાદ
Advertisement
gujarati.abplive.com
Opinion