તેણે 24 બોલમાં 41 રન બનાવ્યા હતાં. રાયડૂ જ્યારે જોયા વગર જ ધોનીની સાથે બેટિંગ ક્રિઝ પર પહોંચ્યો હતો ત્યારે સ્ટેડિયમમાં બેઠેલી ધોનીની પત્ની સાક્ષી એકદમ હેરાન રહી ગઈ હતી અને શોકિંગ રિએક્શન આપ્યું હતું.
3/7
ત્યાર સુધી નોન-સ્ટ્રાઈકર એન્ડ પર ઉભેલો રાયડૂ રન દોડતા બેડિંગ ક્રિઝ સુધી પહોંચી ગયો હતો. ત્યારબાદ બોલ્ટે તરત જ બોલને નોન-સ્ટ્રાઈકર એન્ડ પર લાગેલા સ્ટમ્પ પર મારીને રાયડૂને આઉટ કરી દીધો હતો.
4/7
જોકે, ડાઈવ લગાવ્યા છતાંય તે કેચ લઈ શક્યો નહીં. આ સમયે ધોની તો રન માટે ના દોડ્યો પરંતુ રાયડૂ જોયા વગર જ રન લેવા દોડ્યો હતો. તો કેચ ડ્રોપ કર્યા બાદ પંતે બોલ ઉઠાવીને બોલ્ટની તરફ ફેંક્યો હતો.
5/7
મેચની 19.4 ઓવર પર જ્યારે ક્રિઝ પર ધોની 49 રન બનાવીને બેટિંગ કરી રહ્યો હતો ત્યારે નોન-સ્ટ્રાઈકર એન્ડ પર અંબાતી રાયડૂ ઉભો હતો. ટ્રેન્ટ બોલ્ટના આ બોલ પર ધોનીએ શોટ મારવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બોલ તેના બેટને લાગીને વિકેટની પાછળ ઉભા રહેલા રિષભ પંતની તરફ ગયો હતો.
6/7
મેચમાં જ્યારે અંબાતી રાયડૂ અને મહેન્દ્ર સિંહ ધોની બેટિંગ કરી રહ્યા હતાં ત્યારે એક મોમેન્ટ પર એવું કંઈક થયું હતું કે સાક્ષી સહિતના તમામ ચાહકો શોક્ડ થઈ ગયા હતાં અને આ મોમેન્ટ કેમેરામાં કેદ થઈ હતી.
7/7
IPL 2018માં રમાયેલી 30મી મેચમાં CSKએ DDને 13 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં ચેન્નાઈના કેપ્ટન કૂલે હાફ સેન્ચુરી ફટકારી હતી. ચોથી વિકેટ માટે અંબાતી રાયડુ સાથે મળીને 79 રનની પાર્ટનરશીપ કરી હતી. મેચ જોવા માટે ધોનીની પત્ની સાક્ષી પણ આવી હતી. જોકે મેચમાં એક રસપ્રદ રમૂજ જોવા મળી હતી. જેના કારણે પેવેલિયનમાં ચર્ચાનો વિષય બન્યો હતો.