શોધખોળ કરો
Advertisement
IND vs NZ: ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની શાનદાર જીત બાદ અમિતાભ બચ્ચનનું ટ્વીટ થયું વાયરલ, જાણો શું લખ્યું....
ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલ ત્રીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન માટે રોહિત શર્માને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો.
નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટર અમિતાભ બચ્ચને બુધવારે ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ભારતની રોમાંચક જીત બાદ ટ્વિટર દ્વારા પોતાની ખુશી વ્યક્ત કરી. રોહિત શર્માએ સુપર ઓવરમાં ટિમ સાઉદીની અંતિમ બોલ પર બે છગ્ગા ફટકારીને ભારતને ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ત્રીજી ટી20 મેચમાં શાનદાર જીત અપાવી.
અમિતાભ બચ્ચને ટ્વીટ કરીને લખ્યું, ‘ઇન્ડિયા, ઇન્ડિયા, ઇન્ડિયા....સુપરઓવરમાં શાનદાર જીત. ત્રીજી ટી20 ભારત વિરૂદ્ધ ન્યૂઝીલેન્ડ. સીરીઝ જીત પ્રથમ વખત ન્યૂઝીલેન્ડમાં...અભિનંદન.. બે બોલરમાં 10 રનની જરૂર અને રોહિત શર્માએ બે છગ્ગા ફટકાર્યા. અવિશ્વનીય.’ અમિતાભ બચ્ચનનું ટ્વીટ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તેમનું આ ટ્વીટ બધા લોકોને પસંદ આવી રહ્યું છે. અમિતાભ બચ્ચન ઘણી વખત રમત સાથે જોડાયેલ ટ્વીટ કરતા રહે છે.
જણાવીએ કે, ભારત અને ન્યૂઝીલેન્ડની વચ્ચે રમાયેલ ત્રીજી ટી20 મેચમાં શાનદાર પ્રદર્શન માટે રોહિત શર્માને મેન ઓફ ધ મેચ આપવામાં આવ્યો ભારતે ત્રીજી ટી20 મેચમાં રોમાંચક જીત નોંધાવી હતી. આ જીતની સાથે જ ટીમ ઇન્ડિયાએ પાંચ મેચની ટી20 સીરીઝ 3-0ની લીડથી જીતી લીધી છે. સુપર ઓવરમાં ન્યૂઝીલેન્ડે પ્રથમ બેટિંગ કરતાં 17 રન બનાવ્યા. ભારતને જીત માટે 18 રનનો ટાર્ગેટ મળ્યો. ભારતે અંતિમ બોલ પર રોહિત શર્માના છગ્ગાના જોરે શાનદાર જીત મેળવી હતી. ભારતે પ્રથમ વખત ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટી20 સીરીઝ જીતી છે.T3425 - INDIA INDIAINDIA .. what a victory in the super over .. T20 3rd game vs NZ .. win series .. first time in NZ .. CONGRATULATIONS .. 10 runs needed in 2 balls .. and Rohit hits 2 sixes ..UNBELIEVABLE????????????????????????????????????????????????????????????????????????????????????????????????????????
— Amitabh Bachchan (@SrBachchan) January 29, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement