શોધખોળ કરો
અંજલિ ચંદે ટી20માં બનાવ્યો શાનદાર રેકોર્ડ જેને તોડવો લગભગ અશક્ય, જાણો વિગતે
સાઉથ એશિયન ગેમ્સની પ્રથમ વુમન્સ ક્રિકેટ મેચમાં નેપાળે માલદીવને માત્ર 16 રનમાં ઓલ આઉટ કરી દીધું અને ત્યાર બાદ યજમાન ટીમે માત્ર પાંચ બોલમાં જ મેચ જીતી લીધી હતી.
![અંજલિ ચંદે ટી20માં બનાવ્યો શાનદાર રેકોર્ડ જેને તોડવો લગભગ અશક્ય, જાણો વિગતે Anjali Chand picked six wickets conceding no run South Asian Games અંજલિ ચંદે ટી20માં બનાવ્યો શાનદાર રેકોર્ડ જેને તોડવો લગભગ અશક્ય, જાણો વિગતે](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2019/12/02160521/Anjali.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
નવી દિલ્હી: નેપાળના પોખરામાં એક એવો રેકોર્ડ બન્યો છે જેને બધા ક્રિકેટ ચાહકોને હેરાન કરી દીધા છે. સાઉથ એશિયન ગેમ્સની પ્રથમ વુમન્સ ક્રિકેટ મેચમાં નેપાળે માલદીવને માત્ર 16 રનમાં ઓલ આઉટ કરી દીધું અને ત્યાર બાદ યજમાન ટીમે માત્ર પાંચ બોલમાં જ મેચ જીતી લીધી હતી. નેપાળની જીતમાં બોલર અંજલિ ચંદે પણ ઈતિહાસ રચ્યો હતો. અંજલિ ચંદે માલદીવ સામે એક પણ રન આપ્યા વગર 13 બોલમાં 6 વિકેટ ઝડપી હતી.
અંજલિ ચંદે નેપાળ તરફથી ટી-20મા ડેબ્યુ કર્યું હતું, આ તેમની પ્રથમ આંતરરાષ્ટ્રીય મેચ હતી. પ્રથમ મેચમાં જ તેણે શાનદરા પ્રદર્શન કર્યું છે. અંજલિ ચંદે એક પણ રન આપ્યા વગર 6 વિકેટ ઝડપી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ અગાઉ આ રેકોર્ડ મલેશિયાની બોલર માસ એલિસાના નામે હતો જેને માત્ર 3 રન આપી 6 વિકેટ ઝડપી હતી.
અંજલિ ચંદે માત્ર 13 બોલ ફેંકી હેટ્રિક પણ લીધી હતી. પ્રથમ ઓવરમાં અંજલિ ચંદે ૩ વિકેટ ઝડપી લીધી હતી. તેણે બીજી, ચોથી અને છઠ્ઠી બોલ પર વિકેટ લીધી હતી. બાદમાં પોતાની ત્રીજી ઓવરની પ્રથમ બોલ પર જ વિકેટ લઈને પોતાની હેટ્રિક અને 6 વિકેટ પૂરી કરી હતી.
માલદીવની ટીમ 10.1 ઓવરમાં માત્ર 16 રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી. તેના 9 બેટ્સમેન તો શૂન્ય પર આઉટ થયા હતા. ટીમનો એક પણ બેટ્સમેન ડબલ આંકડાને પ્રાપ્ત કરી શક્યો નહોતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)