શોધખોળ કરો

FIFA World Cup 2026: મેસ્સી મેજિક સામે હાર્યું અલ્જીરિયા , આર્જેન્ટિનાએ જીત સાથે કરી શરૂઆત

FIFA World Cup 2026 Argentina vs Algeria Football Match Highlights: ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2026ના પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી અને અલ્જીરિયાને 3-0 થી હરાવ્યું હતું.

FIFA World Cup 2026 Argentina vs Algeria Football Match Highlights:  ડિફેન્ડિંગ ચેમ્પિયન આર્જેન્ટિનાએ ફિફા વર્લ્ડ કપ 2026ના પોતાના અભિયાનની શાનદાર શરૂઆત કરી અને અલ્જીરિયાને 3-0 થી હરાવ્યું હતું. આ વિજયનો હીરો કેપ્ટન લિયોનેલ મેસ્સી હતો, જેણે ફરી એકવાર હેટ્રિક સાથે મોટા મંચ પર પોતાનો જાદુ સાબિત કર્યો.

મેસ્સીએ મેચના પહેલા ગોલ સાથે આર્જેન્ટિનાને લીડ અપાવી પછી બીજા હાફમાં બે વધુ ગોલ કરીને મેચને સંપૂર્ણપણે એકતરફી બનાવી દીધી. નોંધનીય છે કે, આ તેની 200મી આંતરરાષ્ટ્રીય મેચ હતી, જે તેને યાદગાર બનાવી. મેસ્સીના ત્રણ ગોલથી તેના વર્લ્ડ કપ ગોલની સંખ્યા 16 થઈ ગઈ, જે જર્મનીના દિગ્ગજ સ્ટ્રાઈકર મીરોસ્લાવ ક્લોઝના સૌથી વધુ વર્લ્ડ કપ ગોલના રેકોર્ડની બરાબરી કરી.

View this post on Instagram
 
A post shared by Selección Argentina (@afaseleccion)

આર્જેન્ટિનાએ સમગ્ર મેચ દરમિયાન નિયંત્રણ જાળવી રાખ્યું, જ્યારે મેસ્સી અને તેની ટીમના આક્રમણ સામે અલ્જીરિયા લાચાર દેખાયું. આ વિજય સાથે આર્જેન્ટિનાએ ગ્રુપ J માં ત્રણ મહત્વપૂર્ણ પોઈન્ટ મેળવ્યા અને સતત બીજા વર્લ્ડ કપ ટાઇટલ માટે તેમની દાવમાં મજબૂત શરૂઆત કરી હતી. 

આ પણ વાંચોઃ France vs Senegal: એમ્બાપ્પે વર્લ્ડકપમાં ફ્રાન્સ તરફથી સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી, સેનેગલને 3-1થી હરાવ્યું

મેસ્સીએ પોતાની પહેલી વર્લ્ડ કપ હેટ્રિક કેવી રીતે કરી?

ફિફા વર્લ્ડ કપ 2026 ની અલ્જેરિયા સામેની શરૂઆતની મેચમાં મેસ્સીએ 17મી મિનિટે પોતાની હેટ્રિક શરૂ કરી હતી. આ તે સમય હતો જ્યારે તેણે પોતાનો પહેલો ગોલ કર્યો હતો. પ્રથમ હાફ આ એક જ ગોલ સાથે સમાપ્ત થયો. જ્યારે બીજો હાફ શરૂ થયો ત્યારે મેસ્સીએ આર્જેન્ટિનાની 1-0ની લીડને 2-0માં ફેરવવામાં વધુ સમય લીધો નહીં. તેણે 60મી મિનિટે પોતાનો બીજો ગોલ કર્યો. પછી મેસ્સીએ જાદુ જેવી રીતે પોતાનો ત્રીજો ગોલ કર્યો. મેસ્સીએ અલ્જેરિયાના ડિફેન્સમાં પ્રવેશ કર્યો અને આ ગોલ કરીને પોતાની હેટ્રિક પૂર્ણ કરી હતી.

છ વર્લ્ડ કપ રમનાર પ્રથમ ફૂટબોલર બન્યો

મેસ્સીએ ફિફા વર્લ્ડ કપ 2026માં અલ્જેરિયા સામે મેદાન પર ઉતરતાની સાથે જ ઇતિહાસ રચી દીધો. આનું કારણ એ હતું કે, મેદાનમાં પ્રવેશતા જ તે સૌથી વધુ 6 ફિફા વર્લ્ડ કપમાં રમનાર વિશ્વનો પ્રથમ ફૂટબોલર બન્યો. પોતાના કરિયરના આ ઐતિહાસિક મેચમાં મેસ્સી પ્લેયર ઓફ ધ મેચ બન્યો, જેણે એકલા હાથે અલ્જેરિયાને 3-0 થી હરાવ્યું હતું.

વધુ વાંચો
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
WTC 2025-27 ફાઇનલ: ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં પહોંચવા કેટલી મેચ જીતવી પડશે? જાણો ગણિત
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
ભારત સામેની પહેલી ટેસ્ટ માટે શ્રીલંકાની ટીમ જાહેર, નિસાન્કા બહાર; જાણો કોણ બન્યું કેપ્ટન
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
IND vs AFG: શું રદ્દ થઈ ગયો બાંગ્લાદેશ પ્રવાસ? BCCIએ ભારત-અફઘાનિસ્તાન ટી-20 સીરિઝની કરી જાહેરાત
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
સ્ટાર ફૂટબોલર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ જોર્જિના સાથે કર્યા લગ્ન, ઈન્સ્ટાગ્રામ પોસ્ટ થઈ વાયરલ
Advertisement

વિડિઓઝ

આજથી રાજ્યમાં પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ, સવારથી જ શિવાલયોમાં ભક્તોની ભીડ
Patan Heavy Rain : પાટણમાં ધોધમાર વરસાદ, ગરનાળું પાણીમાં ગરકાવ
Hun To Bolish : હું તો બોલીશ : માનવતામાં ગુજરાત અવ્વલ
Hun To Bolish : હું તો બોલીશ : કોણ ખાઈ ગયું સરકારી અનાજ?
Ambalal Patel Prediction : 24 કલાકમાં ક્યાં ક્યાં તૂટી પડશે વરસાદ?
Advertisement
Advertisement

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
Gujarat Rain Forecast : ગુજરાતમાં આગામી ત્રણ દિવસ વરસાદનું એલર્ટ, શુક્રવાર સુધી આ જિલ્લામાં મેઘમહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
ભારતીય એરફોર્સને મળશે 60 નવા મલ્ટીરોલ ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, એક લાખ કરોડનું ટેન્ડર જાહેર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
US Dollar Supremacy Declining: શું ડોલરનું વર્ચસ્વ પતનની આરે છે? જાણો ભારત પર અસર
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
Independence Day 2026: 15 ઓગસ્ટ પર બાળકો સાથે જુઓ આ 12 પ્રેરણાદાયી ફિલ્મો
રૂમાલની જેમ વાળી શકાય તેવો ગૂગલનો નવો ફોન ભારતમાં લોન્ચ! જાણો Pixel 11 સિરીઝની કિંમત અને જબરદસ્ત AI ફીચર્સ
Google Pixel 11 Series: ભારતમાં લોન્ચ થયા ગૂગલના 4 નવા સ્માર્ટફોન, જુઓ કિંમત અને ફીચર્સ
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
વ્હાઈટ હાઉસની પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટ છોડશે પદ, અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે કરી જાહેરાત
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
Imran Khan Death Rumors: શું જેલમાં ઇમરાન ખાનનું મોત થયું? પાકિસ્તાની સેનાએ આપ્યો જવાબ
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
હાઇવે પર અકસ્માત સમયે એમ્બ્યુલન્સ મોડી પડી તો ખેર નહીં, NHAIએ મિનિટ મુજબ દંડ નક્કી કર્યો
Embed widget