વર્ષ 2017માં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ વનડે સીરીઝ દરમિયાન તે ટીમ ઇન્ડિયાના બેટ્સમેનને પણ નેટ પ્રેક્ટિસ કરવી રહ્યો હતો. અર્જૂને શિખર ધવન અને વિરાટ કોહલીને પોતાની બૉલિંગથી ખુબજ પ્રભાવિત કર્યા હતા.
2/7
સંજય શર્માએ કહ્યું કે, 'અર્જૂન તેંદુલકર ધર્માશાળા સ્ટેડિયમમાં સખત મહેનત કરી રહ્યો છે. આ એક મહિનાનો કેમ્પ છે જે 20 મે સુધી ચાલશે. અર્જૂન તેંદુલકર અન્ય ખેલાડીઓની જેમ જ સ્ટેડિયમ કૉમ્પ્લેક્સમાં રોકાયો છે.'
3/7
મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો અર્જૂન તેંદુલકર સવારે 6 વાગે ગ્રાઉન્ડ પર ઉતરી જાય છે અને મોડી સાંજ સુધી પ્રેક્ટિસ કરે છે. હિમાલચલ પ્રદેશ ક્રિકેટ એસોશિએશનન પ્રવક્તા સંજય શર્માએ પણ સ્પષ્ટતા કરી છે કે અર્જૂન તેંદુલકર જબરદસ્ત પ્રેક્ટિસ કરી રહ્યો છે.
4/7
નવી દિલ્હીઃ એકબાજુ મહામહેનતે ક્રિકેટર સચિન તેંદુલકર આઇપીએલમાં મુંબઇ ઇન્ડિયનનો મનોબળ વધારી રહ્યો છે, ત્યાં બીજીબાજુ તેનો પુત્ર અર્જૂન તેંદુલકર હિમાલયના પહાડોમાં ટ્રેનિંગ કરી રહ્યો છે.
5/7
6/7
સચિનનો પુત્ર અર્જૂન તેંદુલકર આજકાલ દેશના 25 બેસ્ટ અંડર 19 ખેલાડીઓના કેમ્પમાં છે. આ કેમ્પ હિમાચલની ધર્માશાળામાં ચાલી રહ્યો છે, ત્યાં અર્જૂન તેંદુલકર પોતાની બૉલિંગ અને બેટિંગ પર ખુબજ મહેનત કરી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે આ કેમ્પ નેશનલ ક્રિકેટ એડેડેમીએ લગાવ્યો છે જે લગભગ એક મહિના સુધી ચાલશે.
7/7
નોંધનીય છે કે, અર્જૂન તેંદુલકર ઓલરાઉન્ડર છે. તે ડાબોડી ફાસ્ટ બૉલર છે, તેના બૉલમાં જબરદસ્ત સ્પીડ છે. લોર્ડ્સના મેદાન પર તેને ઇંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરસ્ટોને પોતાના યોર્કરથી ઘાયલ કરી દીધો હતો.