શોધખોળ કરો
Advertisement
એશિઝ 2019: કમબેક મેચમાં સ્ટીવ સ્મિથે મચાવી ધમાલ, કોહલીને પાછળ રાખી રેકોર્ડની લગાવી વણઝાર
એશિઝ સીરિઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટીવ સ્મિથે 17 વર્ષ બાદ મોટો કમાલ કરતા મેચમાં બીજી સદી ફટકારી હતી. આ પહેલા એશિઝ સીરિઝમાં મેથ્યૂ હેડને 2002માં બે સદી ફટકારી હતી. એટલું જ નહીં સ્મિથ સૌથી ઓછી મેચમાં 25 સદી ફટકારનારો બીજો ખેલાડી બની ગયો છે.
નવી દિલ્હીઃ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઇ રહેલી એશિઝ સીરિઝની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાના ખેલાડી સ્ટીવ સ્મિથે 17 વર્ષ બાદ મોટો કમાલ કરતા મેચમાં બીજી સદી ફટકારી હતી. આ પહેલા એશિઝ સીરિઝમાં મેથ્યૂ હેડને 2002માં બે સદી ફટકારી હતી. એટલું જ નહીં સ્મિથ સૌથી ઓછી મેચમાં 25 સદી ફટકારનારો બીજો ખેલાડી બની ગયો છે. આ મામલે તેણે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકર અને ભારતીય ક્રિકેટ ટીમના વર્તમાન કેપ્ટન વિરાટ કોહલીને પણ પાછળ રાખી દીધા છે. સ્મિથે પ્રથમ ઈનિંગમાં 144 રન અને બીજી ઈનિંગમાં 142 રન બનાવ્યા હતા.
ઈંગ્લેન્ડ સામેની બીજી ઈનિંગમાં સ્મિથે ટેસ્ટ કરિયરની 25મી સદી ફટકારી હતી. આ માટે તેણે માત્ર 119 ઈનિંગ જ લીધી હતી. ટેસ્ટમાં સૌથી ઝડપી 25 સદી પૂરી કરવાના મામલે તેણે કોહલીને પાછળ રાખી દીધો છે. કોહલીએ 127 ઈનિંગ અને તેંડુલકરે 130મી ઈનિંગમાં ટેસ્ટ કરિયરની 25મી સદી ફટકારી હતી. ટેસ્ટમાં સૌથી ઓછી ઈનિંગમાં 25 સદી ફટકારવાના મામલે ડોન બ્રેડમેન મોખરે છે. તેમણે માત્ર 68 ઈનિંગમાં જ 25 સદી પૂરી કરી હતી.
સદીની સાથે સ્મિથે એશિઝ સીરિઝમાં સૌથી વધારે સદી ફટકારવાના મામલે ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેપ્ટન સ્ટીવ વૉની બરાબરી કરી લીધી છે. એશિઝમાં તેની આ 10મી સદી છે. સ્મિથની આગળ જેક હોબ્સ અને બ્રેડમેન છે. બંનેએ અશિઝમાં અનુક્રમે 12 અને 19 સદી ફટકારી છે.
એશિઝ સીરિઝની એક મેચની બંને ઈનિંગમાં સદી ફટકારનારો સ્ટીવ સ્મિથ 8મો ખેલાડી બની ગયો છે. છેલ્લે 2002માં મેથ્યૂ હેડને આ સિદ્ધી મેળવી હતી.
ભરૂચમાં ભારે વરસાદથી મુંબઈ જતી કઈ ટ્રેન રદ કરવામાં આવી, જાણો વિગતે
ગુજરાતી ક્રિકેટરનો ધડાકો, કહ્યું- મારા સહિત આશરે 100 ક્રિકેટરોને જમ્મુ-કાશ્મીર છોડવાનું કહેવામાં આવ્યું, જાણો વિગત
ઈઝરાયલના ફ્રેન્ડશીપ ડે ટ્વિટ પર પીએમ મોદીએ શું આપ્યો જવાબ, જાણો વિગત
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement