વીરેંદ્ર સહેવાગ અંગે સચિને કહ્યું કે, “સહેવાગનું મીટર પહેલાથી જ ડાઉન રહેતું હતું. કરિયરના શરૂઆતના વર્ષો તે થોડો સીરિયસ હતો. જ્યારે તેને ખબર પડી કે હું પણ મસ્તી કરું છું તે પછી અમારું બોન્ડિંગ સારું થઈ ગયું. મે તેની સાથે એટલી બેટિંગ કરી છે કે જ્યારે લોકો કહેતા હતા કે જ્યારે લોકો અનુમાન લગાવતા કે સહેવાગ શોટ નહીં રમે ત્યારે જ તે શોટ રમતો અને કહેતો કે આ જ તો રન બનાવવાની સારી તક છે.”
2/4
ગયા વર્ષે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લેનારા ક્રિકેટર આશિષ નહેરા સૌથી એન્ટરટેનિંગ ક્રિકેટર છે. સચિને કહ્યું કે, “આશિષ જ્યારે આવે છે ત્યારે બધા જ લોકો સાંભળે છે. હું કહી શકું છું કે નહેરા સૌથી વધારે એન્ટરટેનિંગ છે.”
3/4
એવામાં ટીમ હોટલમાં ખેલાડી એક બીજાની સાથે મોજ મસ્તી કરીનો પોતાનું મનોરંજન કરે છે. એવામાં એક સવાલ ઉભો થાય છે કે ટીમ ઇન્ડિયાનો અત્યાર સુધીનો સૌથી વધારે એન્ટરટેનિંગ ક્રિકેટર કોણ છે. આ વાતનો જવાબ માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકરે ટીવી હોસ્ટ ગૌરવ કપૂરના શો બ્રેકફાસ્ટ વિધ ચેમ્પિયન્સમાં આપ્યો.
4/4
નવી દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમ આખું વર્ષ ક્રિકેટ રમે છે. ખેલાડીઓ મોટાભાગનો સમય પોતાના પરિવાર અને ઘરેથી દુર રહેતા હોય છે. જ્યારે ટીમ ઇન્ડિયાના પોપ્યુલારિટીને કારણે ખેલાડી બહાર જઈને પોતાનું મનોરંજન પણ નથી કરી શકતા. એવામાં જ્યારે સચિન તેંડુલકર અને વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓની વાત કરીએ તો તેમના માટે આ અશક્ય જ હોય છે.