ભારત અને પાકિસ્તાનની વચ્ચે ક્રિકેટના મેદાન પર એશિયા કપમાં 1984થી લઈને અત્યાર સુધી 34 વર્ષના ઈતિહાસમાં 12 વખત આમને સામને થયા છે. તેમાંથી 6 વખત ભારતીય ટીમ અને 5 વખત પાકિસ્તાનની જીત થઈ જ્યારે જ્યારે એક મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. આગળ વાંચો ભારેત ક્યારે ક્યારે પાકિસ્તાનને હરાવ્યું છે.
4/4
નવી દિલ્હીઃ આજે એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે હાઈ વોલ્ટેજ મેચ રમાવા જાઈ રહ્યો છે. બન્ને ટીમ વચ્ચે વનડે મેચની વાત કરીએ તો અત્યાર સુધી બન્ને ટીમ વચ્ચે કુલ 129 વનડે મેચ રમવામાં આવ્યા છે. તેમાંથી 52માં ભારત અને 73 મેચમાં પાકિસ્તાને જીત મળી છે. જ્યારે ચાર મેચનું કોઈ પરિણામ આવ્યું નથી. વિતેલા વર્ષે ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલમાં પાકિસ્તાને ટીમ ઇન્ડિયાને 158 રને હાર આપી હતી. માટે આ વખતે જો ફાઈનલમાં ભારત આવે તો પાકિસ્તાનને હરાવીને ખિતાબ પર કબ્જો મેળવવાનો પ્રયત્ન કરશે. કારણ કે ટીમ ઇન્ડિયાના ફેન્સ પણ ઈચ્છે છે કે રોહિતની આગેવાનીમાં ભારતીય ટીમ ગયા વર્ષની હારનો બદલો લે.