લિમીટેડ ઓવરોમાં ભારત માટે જસપ્રીત બુમરાહ અને ભુવનેશ્વર કુમાર ટીમ ઇન્ડિયા માટે હંમેશા ફાયદાકારક રહ્યાં છે. હવે ફાઇનલમાં બન્નેને રમાડવા માટે આજની અફઘાનિસ્તાન સામેની મેચમાં ખલીલ અહેમદને પણ મોકો આપવામાં આવી શકે છે. આ 20 વર્ષનો યુવા અને ધારદાર બૉલર છે.
2/4
આજની મેચમાં ભારત ફાસ્ટ અને શરૂઆતી સફળતા અપાવનારા ખેલાડી ભુવનેશ્વર કુમારને આરામ આપી શકે છે. તેની જગ્યાએ રોહિત શર્મા સિદ્ધાર્થ કૌલને રમાડી શકે છે.
3/4
રિપોર્ટ્સ અનુસાર, આફઘાનિસ્તાન સામે ભારત ટીમમાં ત્રણ ફેરફારો કરી શકે છે. ટૂર્નામેન્ટમાં વેઇટિંગમાં બેઠેલા કેએલ રાહુલને આજની મેચમાં ઉતારવામાં આવી શકે છે, જ્યારે સૌથી સક્સેસ શિખર ધવનને આરામ આપવામાં આવી શકે છે. ધવને ચાર મેચોમાં 81.75ની અવરેજથી સર્વાધિક 327 રન બનાવ્યા છે.
4/4
નવી દિલ્હીઃ એશિયા કપ-2018ની સુપર-4 મેચોમાં આજે ભારતનો સામનો આફઘાનિસ્તાન સામે થવાનો છે. ટીમ ઇન્ડિયા સુપર ચારની પોતાની બન્ને મેચો જીતીને ફાઇનલમાં પ્રવેશ કરી ચૂકી છે. હવે આજની મેચ માત્ર ઔપચારિક છે તેમ છતાં ભારત આફઘાનિસ્તાનને હલકામાં નથી લેવા માગતી, ટીમમાં આજે ત્રણ ફેરફાર થઇ શકે છે.