શોધખોળ કરો
નોવાક જોકોવિચે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપન જીતી સર્જ્યો રેકોર્ડ, જાણો વિગત
1/3

મેલબોર્નઃ નોવાક જોકોવિચે રાફેલ નડાલને હાર આપીને ઓસ્ટ્રેલિયન ઓપન પર કબજો જમાવ્યો હતો. રવિવારે જાકોવિચે વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની સિંગલ્સ ફાઇનલમાં સ્પેનના રાફેલ નડાલને 2 કલાક 4 મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં 6-3, 6-2,6-3થી હાર આપી હતી.
2/3

જોકોવિચનો આ 15મો ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ખિતાબ છે. તેની સાથે જે તે પીટ સેમ્પ્રાસને પાછળ રાખીને સર્વાધિક ગ્રાન્ડ સ્લેમ જીતનારા લોકોની યાદીમાં ત્રીજા સ્થાને પહોંચી ગયો છે. રોજર ફેડરર 20 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ જીતીને પ્રથમ નંબરે છે. બીજા નંબરે રહેલા સ્પેનના રાફેલ નડાલે 17 ગ્રાન્ડ સ્લેમ જીત્યા છે.
3/3

31 વર્ષીય જોકોવિચે સાતમી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો હતો. આ પહેલા તેણે 2008, 2011, 2012, 2013, 2015, 2016 ખિતાબ જીત્યો હતો. આજની ફાઇનલ જીતવાની સાથે જ તેણે ઓસ્ટ્રેલિયન ઓપનના ઓલટાઇમ વિજેતા રોજર ફેડરર અને રોય ઇમર્સનને પાછળ રાખી દીધા હતા. આ બંનેએ છ-છ વખત આ ખિતાબ પર કબજો કર્યો હતો.
Published at : 27 Jan 2019 04:59 PM (IST)
View More





















