શોધખોળ કરો
Advertisement
ભારતીય યુવતીના પ્રેમમાં ક્લિન બોલ્ડ થયો આ વિસ્ફોટક બેટ્સમેન, ટૂંકમાં જ કરી શકે છે લગ્ન
30 વર્ષીય ઑસ્ટ્રેલિયન બેટ્સમેન અવારનવાર વિની સાથેની પોતાની રોમાન્ટિક તસવીરો શેર કરતો રહે છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે.
નવી દિલ્હીઃ ઑસ્ટ્રેલિયાનો ધાકડ બેટ્સમેન ગ્લેન મેક્સવેલ IPLમાં કિંગ્સ ઈલેવન પંજાબ અને દિલ્હી ડેરડેવિલ્સ તરફથી પોતાની વિસ્ફોટક બેટિંગને કારણે ભારતીય ક્રિકેટ ફેન્સનો પણ માનીતો છે અને અવારનવાર ચર્ચામાં રહે છે. મેક્સવેલ ફરી એકવાર ચર્ચામાં છે પણ આ વખતે ક્રિકેટને લીધે નહીં પણ પોતાની ઈન્ડિયન ગર્લફ્રેન્ડ વિની રામન સાથેના રિલેશન અને લગ્નને લગતી ખબરોને કારણે.
30 વર્ષીય ઑસ્ટ્રેલિયન બેટ્સમેન અવારનવાર વિની સાથેની પોતાની રોમાન્ટિક તસવીરો શેર કરતો રહે છે અને ફેન્સ તેને ખૂબ પસંદ કરે છે. ફેન્સ હવે તેમના લગ્ન માટે આતુર છે. જોકે અત્યાર સુધી બન્નેમાંથી કોઈએ પણ તેમના રિલેશનશિપ વિશે જાહેરમાં વાત કરી નથી.
પરંતુ સૂત્રોની માનીએ તો ગ્લેન મેક્સવેલ હાલ ભારતીય મૂળની વિની રામન સાથે રિલેશનશિપમાં છે. વિની ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં સેટલ છે. તેની ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ મૂજબ તે પ્રોફેશનલી ફાર્માસિસ્ટ છે. સોશિયલ મીડિયા પર બન્નેની સાથે ઘણી તસવીરો વાયરલ થઈ છે. મીડિયા રિપોર્ટ મુજબ આ બન્ને થોડા દિવસ પહેલા ઓસ્ટ્રેલિયા ક્રિકેટ બોર્ડના એવોર્ડ સેરિમનીમાં પણ એક સાથે નજરે આવ્યા હતા.
જણાવી દઈએ કે, અગાઉ પૂર્વ ઑસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર શૉન ટૈટે પણ ભારતીય યુવતી માસૂમ સિંહા સાથે 2014માં લગ્ન કર્યા હતા. બંને IPLની એક પાર્ટીમાં મળ્યા હતા અને પછી તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યાં હતા.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement