એમ્પાયરોએ તાત્કાલિક મેડિકલ ટીમને મેદાન પર બોલાવી અને કરુણારત્નેને સ્ટ્રેચર પર જ મેદાનની બહાર લઈ જવામાં આવ્યો હતો.
2/4
શ્રીલંકાની ઈનિંગની 31મી ઓવરમાં પેટ કમિન્સ બોલિંગ કરવા આવ્યો હતો. તેણે આ ઓવરમાં 142 કિમી પ્રતિ કલાકની સ્પીડથી એક બાઉન્સર ફેંક્યો હતો. જે કરૂણારત્નેના હેલમેટના પાછળના હિસ્સામાં ડોક પર વાગ્યો હતો.
3/4
બાઉન્સર લાગતા જ કરુણારત્ને મેદાન પર જ ઢળી પડ્યો હતો. જે બાદ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા બંનેની ટીમમાં ચિંતાનું મોજું ફરી વળ્યું હતું. કરુણારત્નેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે.
4/4
નવી દિલ્હીઃ ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકા વચ્ચે કેનબરા ટેસ્ટના બીજા દિવસે એક ડરામણી ઘટના બની હતી. જેના કારણે 5 વર્ષ પહેલા બેનેલી ફિલ હ્યૂજની ઘટના યાદ થઈ હતી. શ્રીલંકાનો ઓપનિંગ બેટ્સમેન દિમુથ કરુણારત્નને કેનબરા ટેસ્ટના બીજા દિવસે ટી-બ્રેક બાદ અંતિમ સેશનમાં પેટ કમિન્સનો બાઉન્સર હેલમેટના પાછળના ભાગમાં લાગ્યો હતો.