શોધખોળ કરો
Advertisement
ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બોલર પિટર સિડલે નિવૃત્તિની કરી જાહેરાત, ભારત સામે કર્યું હતું ડેબ્યૂ
સિડલ ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો 13મો ખેલાડી છે. 2010માં બ્રિસ્બેનમાં ઈંગ્લેન્ડ સામે તેણે જન્મદિવસ પર હેટ્રિક લીધી હતી. સિડલે ઓક્ટોબર 2008માં મોહાલીમાં ભારત સામે ડેબ્યૂ કર્યુ હતું અને કરિયરમાં 8 વખત પાંચ વિકેટ ઝડપવાનું કારનામું કર્યું.
સિડનીઃ ઓસ્ટ્રેલિયા તરફથી 11 વર્ષ સુધી પોતાની બોલિંગ દ્વારા હરિફ ટીમો પર ભારે પડનારા ફાસ્ટ બોલર પિટર સિડલે આજે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી છે. સિડલે ઓસ્ટ્રેલિયા તરફથી 67 ટેસ્ટમાં 30.66ની સરેરાશથી 221 વિકેટ ઝડપી છે. તેણે કરિયરની અંતિમ ટેસ્ટ ઈંગ્લેન્ડ સામે એશિઝ 2019ની પાંચમી અને અંતિમ મેચ રમી હતી.
35 વર્ષીય સિડલે ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત બાદ ફોક્સ સ્પોર્ટ્સને કહ્યું, યોગ્ય સમય કયો છે તે જાણવું હંમેશા મુશ્કેલ હોય છે. પરંતુ ટીમ સાથે એશિઝ ટૂરમાં જવું, પાર્ટી કરવી અને રમવું તથા હિસ્સો બનવું મારો મુખ્ય લક્ષ્ય હતો. એક વખત સીરિઝ માટે મારી પસંદગી થયા બાદ મેં શ્રેણી દરમિયાન કોચ જસ્ટિન લેંગર અને ટીમ પેન સાથે વાત કરતો રહ્યો. દેશ તરફથી 67 ટેસ્ટ રમવા મળી તે ઘણું છે પરંતુ મને આગળ મોકો ન મળ્યો તેથી થોડો દુઃખી છું. સિડલ ઓસ્ટ્રેલિયા તરફથી ટેસ્ટમાં સૌથી વધુ વિકેટ લેનારો 13મો ખેલાડી છે. 2010માં બ્રિસ્બેનમાં ઈંગ્લેન્ડ સામે તેણે જન્મદિવસ પર હેટ્રિક લીધી હતી. સિડલે ઓક્ટોબર 2008માં મોહાલીમાં ભારત સામે ડેબ્યૂ કર્યુ હતું અને કરિયરમાં 8 વખત પાંચ વિકેટ ઝડપવાનું કારનામું કર્યું. ટેસ્ટ ક્રિકેટમાં 54 રનમાં 6 વિકેટ તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. સિડલે ઓસ્ટ્રેલિયા તરફથી 20 વન ડે પણ રમી છે. તેણે ફેબ્રુઆરી 2009માં વન ડેમાં ડેબ્યૂ કર્યું હતું, અંતિમ વન ડે મેચ જાન્યુઆરી 2019માં ભારત સામે રમ્યો હતો. T20 ક્રિકેટમાં સિડલ માત્ર 2 આંતરરાષ્ટ્રીય મેચ રમ્યો છે, જેમાં તેના નામ કુલ 3 વિકેટ છે. ઈજાના કારણે સિડલ કરિયરમાં વધારે મેચ રમી નથી શક્યો પરંતુ આંતરરાષ્ટ્રીય કરિયરમાંથી સંન્યાસ લીધા બાદ એડિલેડ સ્ટ્રાઇકર્સ માટે બિગ બેશ લીગ તથા શેફીલ્ડ શીલ્ડમાં વિકટોરિયા માટે ઘરેલુ ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. જ્યારે કાઉન્ટી ક્રિકેટમાં એસેક્સ માટે પણ રમવા તૈયાર છે. ચેતેશ્વર પુજારાએ બેટિંગ નહીં બોલિંગમાં કરી કમાલ, વિકેટ ઝડપતાં જ શિખર ધવને કર્યો ટ્રોલ, જુઓ વીડિયો રાજકોટમાં જેઠાણીએ દેરાણીના 3 વર્ષના પુત્રની ગળુ દબાવીને કરી હત્યા, કારણ જાણીને ચોંકી જશો ઝારખંડના CM તરીકે શપથ લેશે હેમંત સોરેન, વિપક્ષના દિગ્ગજ નેતાઓ રહેશે હાજરJUST IN: Aussie champion Peter Siddle has just informed his teammates of his retirement from international cricket. What a career pic.twitter.com/TToiVkjfZ0
— cricket.com.au (@cricketcomau) December 28, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
બોલિવૂડ
આરોગ્ય
Advertisement