શોધખોળ કરો
ઓસ્ટ્રેલિયાના પત્રકારે ગૌતમ ગંભીરને ગણાવ્યો "આતંકવાદી", ક્રિકેટ ફેન્સે કર્યો ટ્રોલ

1/4

જણાવી દઈએ કે ડેનિસ ફ્રીડમેન ભારતીય ક્રિકેટરોને લઈને અનેક વખત વિવાદિત નિવેદનો આપતા રહે છે. તેણે વિરાટ કોહલીને લઈને પણ વિવાદિત નિવેદન આપ્યું હતું.
2/4

નવી દિલ્હી: ભારતીય ક્રિકેટર ગૌતમ ગંભીર હાલમાં ખૂબજ ચર્ચામાં છે. ગૌતમ ગંભીરે પહેલા આઈપીએલમાં દિલ્હી ડેરડેવિલ્સની ટીમની કેપ્ટનશિપ છોડી દીધી, બાદમાં કોલકાતા વિરુદ્ધ રમાયેલી ગત મેચમાં પ્લઈંગ ઈલેવનથી બહાર થયો. પરંતુ હવે બીજુ એક કારણ છે કે, ગંભીરને એક ઓસ્ટ્રેલિયન પત્રકારે ‘વર્બલ આતંકી’ગણાવ્યો છે. જેને લઈને ચર્ચામાં છે.
3/4

ઓસ્ટ્રેલિયન પત્રકાર જેનિસ ફ્રીડમેને પોતાના ઓફિશલ ટ્વિટર એકાઉન્ટથી એક ટ્વીટ કરી ગૌતમ ગંભીરને મોટું નિવેદન આપ્યું છે. ડેનિસે ગંભીરના પાકિસ્તાનના સીઝફાયર ઉલ્લંઘન અને તેની સાથે ક્રિકેટ સંબંધો પર લાગેલા પ્રતિબંધને લઈને નિવેદન બાદ ટ્વીટ કર્યું છે. ગંભીરે કહ્યું હતું કે, પાકિસ્તાનને પાઠ ભણાવવું છે તો માત્ર ક્રિકેટ પર પ્રતિબંધ લગાવવાથી વાત નહીં બને, તેણે કહ્યું તેનો ઈલાજ વૈકલ્પિક પ્રતિબંધ ના હોય શકે. ભારત અને પાકિસ્તાનના સંબંધ સુધારવા છે તો આ પગલું પૂરતું નથી. ગંભીરના આ નિવેદન બાદ ડેનિસે આ ક્રિકેટરને ‘વર્બલ આતંકી’ કહી ટ્વિટ કર્યું છે.
4/4

ડેનિસના આ ટ્વિટ બાદ તેને ક્રિકેટ ફેન્સના ગુસ્સાનો સામનો કરવો પડી રહ્યો છે. પ્રશંસકોએ તેના પર ભડાસ કાઢી રહ્યાં છે.
Published at : 29 Apr 2018 02:40 PM (IST)
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ક્રિકેટ
દુનિયા
Advertisement
