Australian Open 2023: જોકોવિચે રચ્યો ઈતિહાસ, 10મી વાર ઓસ્ટ્રેલિયન ઓપન કરી પોતાના નામે
સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે ફાઈનલ મેચમાં ગ્રીસના સિટપિટાસને હરાવ્યો હતો. તેણે સીધા સેટમાં 6-3, 7-6, 7-6થી મેચ જીતી લીધી હતી.
Novak Djokovic beats Stefanos Tsitsipas : સર્બિયાના દિગ્ગજ ટેનિસ ખેલાડી નોવાક જોકોવિચે ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતી લીધો છે. તેણે 10મી વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે. આ સાથે જ નોવાક જોકોવિચે સ્પેનના રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે. રાફેલ નડાલે પણ 10 વખત ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીત્યો છે.
ગ્રીસના સિટપિટાસને સીધા સેટમાં હરાવ્યો
સર્બિયન ખેલાડી નોવાક જોકોવિચે ફાઈનલ મેચમાં ગ્રીસના સિટપિટાસને હરાવ્યો હતો. તેણે સીધા સેટમાં 6-3, 7-6, 7-6થી મેચ જીતી લીધી હતી. આમ નોવાક જોકોવિચે તેની કારકિર્દીમાં અત્યાર સુધી 22 ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીત્યા છે. આ સાથે જ આ યાદીમાં તેણે સ્પેનિશ ખેલાડી રાફેલ નડાલની બરાબરી કરી લીધી છે. આ ઉપરાંત નોવાક જોકોવિચ ઓસ્ટ્રેલિયન ઓપનનો ખિતાબ જીતીને વિશ્વનો નંબર વન ખેલાડી બની ગયો છે.
જોકોવિચ ગયા વર્ષે ઓસ્ટ્રેલિયન ઓપનમાં નહોતો રમ્યો
ઉલ્લેખનીય છે કે, 2021ના ચેમ્પિયન નોવાક જોકોવિચ કોવિડ પ્રોટોકોલના કારણે વર્ષ-2022ની સીઝનમાં રમી શક્યો નહોતો. ટૂર્નામેન્ટના આયોજકોએ સ્પર્ધામાં ભાગ લેવા માટે રસીકરણ ફરજિયાત બનાવ્યું હતું, જ્યારે નોવાક તેની રસીકરણ સંબંધિત માહિતી સાર્વજનિક કરવા માંગતો નહોતો. બીજી તરફ આ મેચની વાત કરીએ તો ચોથા ક્રમાંકિત નોવાક જોકોવિચે ગ્રીસના સિત્સિપાસને સીધા સેટમાં હરાવ્યો હતો. જોકોવિચે પ્રથમ સેટ 6-3થી સરળતાથી જીતી લીધો હતો. જે બાદ સર્બિયન સ્ટારને બીજો અને ત્રીજો સેટ જીતવા માટે ઘણો પરસેવો પાડવો પડ્યો હતો. આ બંને સેટ ટાઈબ્રેકરમાં ગયા, જોકોવિચે બીજો સેટ 7 (7)-6 (4)થી જીત્યો. જે બાદ ત્રીજો સેટ 7(7)-6(5)થી જીત્યો હતો.
AUS Open: નોવાક જોકોવિચ ફાઇનલમાં, ફેડરરનું 21મું ગ્રાન્ડસ્લેમ જીતવાનું સ્વપ્ન રોળાયું
સર્બિયન ટેનિસ સ્ટાર નોવાક જોકોવિચ વર્ષના પ્રથમ ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઇનલમાં પહોંચી ગયો છે. ગુરુવારે વર્લ્ડ નંબર-2 જોકોવિચે સ્વિસ દિગ્ગજ રોજર ફેડરરને 7-6,6-4,6-3થી હાર આપી હતી. આ હારથી 38 વર્ષના વર્લ્ડ નંબર-3 ફેડરરનું 21મા ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનું સ્વપ્ન અધુરુ રહી ગયું છે.
રેકોર્ડ આઠમું ટાઇટલ જીતવા માટે ઉતરેલા 32 વર્ષના જોકોવિચે પોતાની શાનદાર રમત બતાવતા 2 કલાક 18 મિનિટમાં ફેડરરને હાર આપી હતી. હવે ફાઇનલમાં જોકોવિચનો સામનો ઓસ્ટ્રિયાના પાંચમા સીડ ડોમિનિક થીમ અને જર્મનીના સાતમા ક્રમના ખેલાડી એલેક્ઝેન્ડર જ્વેરેજ વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલના વિજેતા સાથે થશે.