Australian Open: અંતિમ ગ્રાન્ડ સ્લેમમાં સાનિયા મિર્ઝાનું સપનું તૂટ્યું, મિક્સ ડબલ્સની ફાઇનલમાં થયો પરાજય
ભારતની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને તેના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં હારનો સામનો કરવો પડ્યો છે
મેલબોર્નઃ ભારતની મહિલા ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાને તેના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં હારનો સામનો કરવો પડ્યો છે. મિક્સ ડબલ્સની ફાઇનલમાં સાનિયા અને રોહન બોપન્નાની જોડી 6-7, 6-2થી હારી ગઇ હતી. સાનિયાએ પહેલેથી જ જાહેરાત કરી દીધી હતી કે આ તેની છેલ્લી ટૂર્નામેન્ટ હશે. અગાઉ તે ઓસ્ટ્રેલિયન ઓપનમાં મહિલા ડબલ્સમાં બીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી અને તેને મિક્સ ડબલ્સમાં ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
મેચ પૂર્ણ થયા બાદ રોહન બોપન્નાએ માઈક સંભાળતા સાનિયા મિર્ઝાની પ્રશંસા કરી હતી. તેણે જણાવ્યું કે કેવી રીતે સાનિયાએ તેની રમતથી ઘણા યુવાનોને પ્રેરિત કર્યા. હાર બાદ સાનિયા મિર્ઝાના આંખમાંથી આંસૂ આવી ગયા હતા.
આંસુ લૂછ્યા બાદ સાનિયાએ કહ્યું હતું કે જ્યારે સેરેના અહીં વિલિયમ્સ સામે રમી ત્યારે તે 18 વર્ષની હતી. 18 વર્ષ પહેલા કેરોલિના સામે રમી હતી. અહીં રમવું મારા માટે હંમેશા સન્માનની વાત રહી છે. તે મારા માટે મારા ઘર જેવું છે. તેને અદ્ભુત બનાવવા બદલ આપ સૌનો આભાર. સાનિયા મિર્ઝા ભારતીય ટેનિસ ઈતિહાસની સૌથી મોટી ખેલાડી છે.
🏆 4️⃣3️⃣ WTA doubles titles
— #AusOpen (@AustralianOpen) January 27, 2023
🏆 3️⃣ Grand Slam doubles titles (incl. 2016 Aus Open)
🏆 3️⃣ Grand Slam mixed doubles titles (incl. 2009 Aus Open)
📈 Ranked No. 1️⃣ in doubles
The epic career of @MirzaSania gets one final chapter today!#AusOpen • #AO2023 pic.twitter.com/rI7rVZ1Zw8
ઓસ્ટ્રેલિયન ઓપનની મિક્સ્ડ ડબલ્સની ફાઇનલમાં બ્રાઝિલની લુઈસા સ્ટેફની અને રાફેલ માટોસની જોડીએ સાનિયા અને રોહનને 6-7, 2-6ના માર્જિનથી હરાવ્યા હતા. આ હાર સાથે સાનિયાની શાનદાર ટેનિસ કારકિર્દીનો અંત આવ્યો હતો.
Ohhhh, here we go! @MirzaSania and @rohanbopanna 🇮🇳 have got the BREAK and will serve for a place in the Mixed Doubles final!#AusOpen • #AO2023 pic.twitter.com/hEg5Fb44oj
— #AusOpen (@AustralianOpen) January 25, 2023
સાનિયા મિર્ઝાએ તેની કારકિર્દીમાં ત્રણ મહિલા ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ અને ત્રણ મિક્સ ડબલ્સ ટાઇટલ જીત્યા છે. જ્યારે બોપન્નાએ એક મિક્સ્ડ ડબલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીત્યું છે. સાનિયા અને બોપન્નાની બિનક્રમાંકિત ભારતીય જોડીએ ઓસ્ટ્રેલિયન ઓપન 2023ની સેમિફાઇનલમાં દેસિરિયા ક્રાવ્ઝિક અને નીલ સ્કુપ્સકીને 7-6(5), 6-7(5), 10-6થી હાર આપી હતી. આ જોડીને ક્વાર્ટર ફાઈનલ મેચમાં વોકઓવર મળ્યું હતું.
“My professional career started in Melbourne… I couldn’t think of a better arena to finish my [Grand Slam] career at.”
— #AusOpen (@AustralianOpen) January 27, 2023
We love you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/E0dNogh1d0
A trailblazer for women in sport 🇮🇳🎾
— #AusOpen (@AustralianOpen) January 27, 2023
Thank you, Sania ❤️@MirzaSania • #AusOpen • #AO2023 pic.twitter.com/hVArmoOhmV
સાનિયા અને રોહન બોપન્ના આ ટૂર્નામેન્ટમાં ફાઈનલ મેચ પહેલા માત્ર એક સેટ હારી ગયા હતા. સેમિફાઇનલ મેચમાં આ જોડીને એક સેટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. આ જોડી ફાઈનલ મેચમાં સીધા સેટમાં હારી ગઈ હતી. દરમિયાન, બોપન્ના અને મેથ્યુ એબ્ડેનની મેન્સ ડબલ્સની જોડી પ્રથમ રાઉન્ડમાં જ બહાર થઈ ગઈ હતી. સાનિયા અને કઝાકિસ્તાનની અન્ના ડેનિલિના વિમેન્સ ડબલ્સના બીજા રાઉન્ડમાં બહાર થઈ ગઈ હતી.