શોધખોળ કરો

બેડમિન્ટનમાં ભારતના આયુષ શેટ્ટીએ જીતી US ઓપન, 16 વર્ષની તન્વી પણ છવાઇ

આયુષ શેટ્ટીએ કેનેડાના બ્રાયન યાંગને હરાવીને યુએસ ઓપન સુપર 300 ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે

ભારતીય બેડમિન્ટન ચાહકો માટે સારા સમાચાર આવ્યા છે. આયુષ શેટ્ટીએ કેનેડાના બ્રાયન યાંગને હરાવીને યુએસ ઓપન સુપર 300 ટુર્નામેન્ટમાં મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. આયુષ શેટ્ટીએ પોતાનો પહેલો BWF વર્લ્ડ ટૂર ટાઇટલ જીત્યો છે. ઉપરાંત આ વર્ષે સિનિયર સ્તરે ભારતીય ખેલાડીનો આ પહેલો BWF ટાઇટલ હતો. એટલે કે, આયુષે આ વર્ષે ભારતીય બેડમિન્ટનમાં ટાઇટલ દુકાળનો અંત લાવ્યો છે.

વિશ્વ રેન્કિંગમાં 34મા ક્રમે રહેલા આયુષ શેટ્ટીએ ફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ઉચ્ચ ક્રમાંકિત કેનેડિયન ખેલાડીને માત્ર 47 મિનિટમાં 21-18, 21-13થી હરાવ્યો હતો. નોંધનીય છે કે આયુષ શેટ્ટીએ સેમિફાઇનલમાં ટોચના ક્રમાંકિત અને વિશ્વ નંબર-6 ચાઉ ટિએન ચેનને હરાવીને સનસનાટી મચાવી હતી. આયુષે સેમિફાઇનલમાં ચાઇનીઝ તાઇપેઈ ખેલાડીને 21-23, 21-15, 21-14થી હરાવ્યો હતો.

ભારતની તન્વી શર્મા મહિલા સિંગલ્સમાં રનર-અપ રહી હતી. 16 વર્ષની તન્વીની ફાઇનલમાં અમેરિકાની બેઇવેન ઝાંગ સામે 11-21, 21-16, 10-21થી પરાજય થયો હતો. ટોચની ક્રમાંકિત ઝાંગે 46 મિનિટમાં મેચ જીતી લીધી હતી. બિનક્રમાંકિત તન્વી પોતાની પહેલી વર્લ્ડ ટૂર ફાઇનલ રમી રહી હતી.

વિશ્વની 66મી ક્રમાંકિત તન્વી શર્માએ સેમિફાઇનલમાં યુક્રેનની સાતમી ક્રમાંકિત પોલિના બુહારોવાને 21-14, 21-16થી હરાવી હતી.  આ સાથે તન્વી BWF વર્લ્ડ ટૂર ઇવેન્ટની ફાઇનલમાં પહોંચનારી સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી બની હતી. જો તન્વીએ ટાઇટલ જીત્યું હોત તો તે BWF વર્લ્ડ ટૂર ઇવેન્ટ જીતનારી સૌથી નાની ઉંમરની ભારતીય ખેલાડી બની હોત.

16 વર્ષની તન્વી શર્માની તુલના બે વખતની ઓલિમ્પિક મેડલ વિજેતા પીવી સિંધુ સાથે કરવામાં આવી રહી છે. સિંધુની જેમ તન્વી નેટ્સ પર શક્તિશાળી સ્મેશ મારવામાં માહેર છે અને પ્રતિસ્પર્ધી પર પ્રભુત્વ મેળવવા માટે આક્રમક રમત યોજનાઓનો ઉપયોગ કરે છે. પીવી સિંધુનું પ્રદર્શન સમય જતાં ઘટવા લાગ્યું હોવાથી તન્વી એક નવી આશા તરીકે ઉભરી આવી છે. ભારતને પુરુષોની સિંગલ્સમાં આયુષ શેટ્ટી પાસેથી ઘણી અપેક્ષાઓ છે.

ટોપ સ્ટોરી

ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
પ્રથમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન ફાઈનલ! કેપ્ટન શુભમન ગિલે આપ્યું મોટું અપડેટ
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા
Team India: વૈભવ-અભિષેક મચાવશે ધૂમ, એશિયા કપ માટે કતાર પહોંચી ટીમ ઈન્ડિયા

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : પાવર પોલીટિક્સ
Ahmedabad News: અમદાવાદના ખાલી ચંડોળા તળાવ બહાર ભયજનક બોર્ડ! પાણી નથી છતાં લખ્યું 'ઊંડું પાણી'
Ahmedabad News: અમદાવાદમાં આઈસ્ક્રીમના નામે ફ્રોઝન ડેઝર્ટ વેચશો તો ખેર નથી! AMCનું મોટું પગલું
Parshottam Solanki: કોળી સમાજના મુખ્યમંત્રીની પબુભાની ઈચ્છા પર મંત્રી સોલંકીનું પ્રથમ નિવેદન
Jamnagar news: જામનગરમાં દારૂના અડ્ડા પર LCBનો સપાટો, મહિલા બુટલેગર સહિત 3ની ધરપકડ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
કોળી સમાજમાંથી મુખ્યમંત્રી પદની માગ વધુ પ્રબળ બની, પબુભાની માગને મંત્રી પરસોત્તમ સોલંકીનું સમર્થન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
IPL News: મહેન્દ્રસિંહ ધોનીએ IPLમાંથી લીધો સંન્યાસ, CSKનો બન્યો મેન્ટર, ફ્રેન્ચાઇઝીએ કર્યુ એલાન
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
Patan: પાટણમાં કાયદો અને વ્યવસ્થાના લીરેલીરા ઉડ્યા, બે બુકાનીધારીઓ જાહેરમાં કર્યું 6 રાઉન્ડ ફાયરિંગ
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
QUAD સમિટમાં PM મોદી-ટ્રમ્પની મુલાકાત,, US પ્રેસિડેન્ટ બોલ્યા- 'વડાપ્રધાન બહુજ મજબૂત માણસ'
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
Groundnut Oil: સિંગતેલના ભાવમાં ભડકો, માત્ર બે દિવસમાં ડબ્બે 20 રૂ.નો વધારો, ભાવ 3200 સુધી પહોંચ્યા
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
ધોનીનું બિઝનેસ સિક્રેટ: કોઈપણ જાતની બૂમાબૂમ કર્યા વિના કઇ રીતે ઉભુ કર્યુ 1000 કરોડનું સામ્રાજ્ય ?
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Missile Attack: હોર્મુઝમાં ઓમાન નજીક LPG ટેન્કર પર મિસાઇલ હુમલો, 24 ભારતીયો હતા સવાર
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Gujarat Political News: 'આનંદીબેને આંદોલનના કારણે રાજીનામું નથી આપ્યું', હાર્દિક પટેલનો મોટો દાવો
Embed widget