શોધખોળ કરો

Bangladesh vs Ireland: આયરલેન્ડ સામે  ત્રીજી વન-ડેમાં બાંગ્લાદેશનો 10 વિકેટથી વિજય, 2-0થી સીરિઝ જીતી

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમને 10 વિકેટથી હરાવવાની સિદ્ધિ હાંસલ કરી છે. 

બાંગ્લાદેશ ક્રિકેટ ટીમે વન-ડે ક્રિકેટના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ ટીમને 10 વિકેટથી હરાવવાની સિદ્ધિ હાંસલ કરી છે.  તમીમ ઈકબાલની કેપ્ટનશીપમાં બાંગ્લાદેશે ત્રીજી વનડેમાં આયરલેન્ડને 10 વિકેટે હરાવીને આ શાનદાર સિદ્ધિ મેળવી હતી. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા આયરલેન્ડને 28.1 ઓવરમાં 101 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું.

આ પછી બાંગ્લાદેશની ટીમે 13.1 ઓવરમાં 102 રન બનાવીને 10 વિકેટે સરળતાથી મેચમા જીત મેળવી લીધી. આ વનડે સીરિઝમાં બાંગ્લાદેશે આયરલેન્ડને 2-0થી હરાવીને સીરિઝ પર કબજો કર્યો હતો. બાંગ્લાદેશની ટીમે ઘરઆંગણે છેલ્લી 16 દ્વિપક્ષીય શ્રેણીમાંથી 14 જીતી છે જ્યારે તેને માત્ર 2માં હાર મળી છે. સીરિઝમાં બીજી વન-ડેમાં વરસાદના કારણે પરિણામ આવ્યું નહોતું. 

આ મેચમાં આયરલેન્ડની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પરંતુ કેપ્ટન એન્ડ્ર્યુ બેલબિર્નીનો આ નિર્ણય ટીમના પક્ષમાં ન ગયો ન હતો અને આખી ટીમ 101 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. બાંગ્લાદેશના બોલરોએ શાનદાર બોલિંગ કરી હતી. આયરલેન્ડ તરફથી ટકરે 28 રન બનાવ્યા હતા જ્યારે કર્ટિસ કેમ્પરે 36 રન બનાવ્યા હતા જ્યારે ટીમના અન્ય નવ બેટ્સમેનો ડબલ ફિગરને પણ સ્પર્શી શક્યા ન હતા. બાંગ્લાદેશ તરફથી હસન મહમૂદે 8.1 ઓવરમાં 32 રન આપીને 5 વિકેટ ઝડપી હતી અને તે સૌથી વધુ વિકેટ લેનાર બોલર પણ હતો, જ્યારે તસ્કીન અહેમદે 3 અને ઇબાદત હુસૈને 2 વિકેટ લીધી હતી.

બાંગ્લાદેશની ટીમને જીતવા માટે ખૂબ જ આસાન ટાર્ગેટ મળ્યો હતો અને ટીમના ઓપનર બેટ્સમેન તમીમ ઈકબાલ અને લિટન દાસે પ્રથમ વિકેટ માટે અણનમ સદીની ભાગીદારી કરીને આ ટાર્ગેટ પૂરો કર્યો હતો. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે અણનમ 102 રનની ભાગીદારી નોંધાઈ હતી. તમીમ ઈકબાલે 41 બોલમાં 2 છગ્ગા અને 5 ચોગ્ગાની મદદથી અણનમ 41 રન બનાવ્યા હતા જ્યારે લિટન દાસે 38 બોલમાં 10 ચોગ્ગાની મદદથી અણનમ 50 રન બનાવ્યા હતા.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત

IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 

Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?

Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish । નેનો યુરિયા કરશે ન્યાલ? । abp AsmitaHun To Bolish । રેસનો ઘોડો કોણ ? । abp AsmitaAhmedabad News । અમદાવાદ ટ્રાફિક પોલીસે ઝડપી નકલી ચલણી નોટ, જુઓ સમગ્ર મામલોDaman News । સાંસદ ઉમેશ પટેલે દમણ પ્રશાસનને આપી ચેતવણી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
Surat: સુરતના સચિનમાં પાંચ માળની ઈમારત ધરાશાયી, 15 લોકો ઈજાગ્રસ્ત
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
IND vs ZIM: પ્રથમ ટી20માં ઝિમ્બાબ્વેએ ભારતને 13 રને હરાવ્યું, ટીમ ઈન્ડિયાની બેટિંગ ફ્લોપ, 2024ની પ્રથમ હાર 
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: રાજ્યના આ જિલ્લાઓમાં વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી ?
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં  વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Gujarat Rain: આગામી 7 દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી, જાણો ક્યાં પડશે અતિભારે વરસાદ
Crime: સસ્તી બોટલમાં કેમિકલ નાખી ડુપ્લીકેટ ઈંગ્લિશ દારુ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

New Criminal Laws: બીજાની પત્નીને ફોસલાવવી અપરાધ બન્યો, નવા કાયદા હેઠળ આટલી સજા થઈ શકે છે

આંતરરાષ્ટ્રીય સહકારી દિવસની ખેડૂતોને મોટી ભેટ, ગુજરાત સરકારે નેનો યુરિયા અને નેનો ડીએપીની કિંમતમાં કર્યો 50 ટકાનો ઘટાડો

NEET UG 2024 Row:  પેપર લીક વિવાદ વચ્ચે ટાળવામાં આવ્યું નીટ-યુજી કાઉન્સેલિંગ, નવી તારીખોની જાહેરાત નહીં

Embed widget