ભારત પ્રવાસ અગાઉ બાંગ્લાદેશને લાગ્યો મોટો ઝટકો, શાકિબ પર લાગ્યો બે વર્ષનો પ્રતિબંધ
ભારત પ્રવાસમાં બાંગ્લાદેશ ત્રણ ટી-20 મેચ સિવાય બે ટેસ્ટ મેચ પણ રમશે.
બાંગ્લાદેશના કેપ્ટન અને વન-ડેના ટોપ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન પર બે વર્ષનો પ્રતિબંધમાં એક વર્ષના સસ્પેન્ડેડ સામેલ છે. તેણે આઇસીસીના એન્ટી કરપ્શન કોડને ભંગ કરવાના ત્રણ આરોપોનો સ્વીકાર કર્યો છે. આ પ્રતિબંધ તમામ ફોરમેટ પર લાગુ થશે. તે 29 ઓક્ટોબર 2020 સુધી બાંગ્લાદેશ ટીમ તરફથી રમી શકશે નહીં.BREAKING: Bangladesh captain and world No.1 ODI all-rounder Shakib Al Hasan has been banned for two years (one of those suspended), for failing to report corrupt approaches on numerous occasions.https://t.co/depJ2VHSne
— ICC (@ICC) October 29, 2019
જેને લઇને 32 વર્ષના શાકિબે કહ્યું કે, મને ખૂબ દુખ છે કે જે રમતને હું પ્રેમ કરું છું તેના રમવા પર પ્રતિબંધ લગાવી દીધો છે. હું ભ્રષ્ટ જાણકારી નહી આપવાની ભૂલનો સ્વીકાર કરું છું. આઇસીસી એસીયૂ ખેલાડીઓ પર ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઇમાં એક કેન્દ્રિય ભૂમિકા નિભાવવા માટે નિર્ભર છે અને મેં એવું કર્યું નથી. શાકિબ આગામી વર્ષે યોજાનારી આઇપીએલ સિવાય 18 ઓક્ટોબરથી 15 નવેમ્બર 2020 સુધી ઓસ્ટ્રેલિયામાં રમાનારા ટી-20 વર્લ્ડકપમાં પણ રમી શકશે નહીં.International Cricket Council (ICC): Bangladesh captain and world No.1 ODI all-rounder Shakib Al Hasan has been banned for two years (one of those suspended), for failing to report corrupt approaches on numerous occasions. pic.twitter.com/hbN6w0N5op
— ANI (@ANI) October 29, 2019
શાકિબ પર આરોપ હતો કે તેણે બાંગ્લાદેશ, શ્રીલંકા અને ઝીમ્બાબ્વે વિરુદ્ધ જાન્યુઆરીમાં રમાયેલી ત્રિકોણીય સીરિઝ 2018 અને આઇપીએલ 2018 દરમિયાન સટ્ટાબાજોએ તેનો સંપર્ક કર્યો હતો પરંતુ તેણે આ વાત આઇસીસીની એન્ટી કરપ્શન યુનિટને આપી નહોતી. શાકિબ પર બુકી દ્ધારા તેનો સંપર્ક કરાયાની જાણકારી છૂપાવ્યા હોવાનો આરોપ હતો. જેનાથી આઇસીસી નારાજ હતી.ICC: Shakib Al Hasan said, “I am extremely sad to have been banned from the game I love, but I completely accept my sanction for not reporting the approaches. ICC ACU is reliant on players to play a central part in fight against corruption&I didn’t do my duty in this instance." https://t.co/UCBmWLylTH
— ANI (@ANI) October 29, 2019
એક નિવેદનમાં આઇસીસીએ કહ્યું કે, શાકિબ સીનિયર ખેલાડી છે અને તેણે એન્ટી કરપ્શન આઇસીસી દ્ધારા આયોજીત અનેક સેમિનારમાં ભાગ લીધો છે એટલા માટે તે જાણતો હતો કે જ્યારે બુકી તેનો સંપર્ક કરે તો તેણે શું કરવું જોઇએ પરંતુ તેણે નિયમો જાણતો હોવા છતાં આઇસીસીને તેની જાણકારી આપી નહી જેને કારણે તેના પર પ્રતિબંધ લગાવ્યો હતો.Read the full media release here ➡️ https://t.co/oNrhhE33NH pic.twitter.com/2gFpBStSd3
— ICC (@ICC) October 29, 2019





















