ઉલ્લેખનીય છે કે, રાહુલ દ્રવિડ ટીમ ઇન્ડિયા માટે 164 ટેસ્ટ મેચ રમી છે જેમાં તેને 13288 રન બનાવ્યા છે. તેનો હાઇએસ્ટ સ્કૉર 270 રનનો છે. ટેસ્ટમાં 36 સદી અને 63 અડધીસદી સાથે તે 'ધ વૉલ'ના નામથી ફેમસ થયો છે.
3/5
નવી દિલ્હીઃ ક્રિકેટની દુનિયામાં ટીમ ઇન્ડિયાનો પૂર્વ બેટ્સમેન રાહુલ દ્રવિડ 'ધ વૉલ' છે, એ વાતનો સ્વીકાર હવે ખુદ બીસીસીઆઇએ કર્યો છે. બીસીસીઆઇએ એક ટ્વીટ કરીને રાહુલ દ્રવિડને કેમ 'ધ વૉલ' તરીકે ઓળખવામાં આવે છે તેનો અર્થ સમજાવ્યો છે.
4/5
આ વાતની માહિતી આપતા બીસીસીઆઇએ લખ્યુ કે, 'શું તમે જાણો છો રાહુલ દ્રવિડ એકલો એવો બેટ્સમેન છે જેને ટેસ્ટ ક્રિકેટમાં 30 હજારથી વધુ બૉલ રમ્યા છે, દ્રવિડે પોતાની ટેસ્ટ કેરિયરમાં કુલ 31,258 બૉલ રમ્યા હતા.
5/5
બીસીસીઆઇએ પોતાના ટ્વીટર હેન્ડલ પર ગત 17 નવેમ્બરે રાહુલ દ્રવિડ માટે એક ટ્વીટ કર્યુ, જેમાં તેનો ઉલ્લેખ 'ધ વૉલ' તરીકે કર્યો છે. ટ્વીટમાં કહેવાયુ છે કે, રાહુલ દ્રવિડ એકલો ટેસ્ટ ક્રિકેટનો બેટ્સમેન છે, જેને 30 હજારથી વધુ બૉલ રમ્યા છે.