શોધખોળ કરો
Advertisement
ટીમ ઇન્ડિયાને મોટો ઝાટકો, શિખર ધવન બાદ આ ખેલાડી પણ ત્રણ મેચ માટે ટીમમાંથી બહાર
મેચ ખત્મ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ નિવેદન આપ્યું કે ભુવનેશ્વર કુમારને થોડી મુશ્કેલી છે, તે ફસડાઈ પડ્યા જેના કારણે તેને ખેંચ આવી છે.
નવી દિલ્હીઃ વર્લ્ડકપમાં ભરી એક વખત ભારતે પાકિસ્તાનને ધૂળ ચટાડી છે. રવિવારે ઇંગ્લેન્ડમાં માનચેસ્ટરમાં રમાયેલ મેચમાં ભારતે શાનદાર બેટિંગ અને બોલિંગના જોરે પાકિસ્તાનને હરાવ્યું. પરંતુ આ જીતની સાથે એક ખરાબ સમાચાર પણ આવ્યા છે. ટીમ ઇન્ડિયાના મુખ્ય ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમાર હેમસ્ટ્રિંગને કારણે ચાલુ મેચમાંથી ચાલ્યા ગયા હતા અને હવે જાણવા મળ્યુંછે કે, તેમની આ ખેંચ વધારે ચિંતાજનક છે અને તે આગામી 2-3 મેચ નહીં રમે.
મેચ ખત્મ થયા બાદ કેપ્ટન વિરાટ કોહલીએ નિવેદન આપ્યું કે ભુવનેશ્વર કુમારને થોડી મુશ્કેલી છે, તે ફસડાઈ પડ્યા જેના કારણે તેને ખેંચ આવી છે. એવું લાગે છે કે, તે આગામી બે કે ત્રણ મેચ રમી નહીં શકે. પરંતુ અમને આશા છે કે, તે લીગ મેચ દરમિયાન જ ટીમની સાથે જોડાઈ શકે છે.
તમને જણાવીએ કે આ વર્લ્ડકપમાં ભારતીય ટીમ માટે આ બીજો ઝાટકો છે. આ પહેલા ઓપનર શિખર ધવન પણ હાથમાં ઈજાને કારણે ટીમમાંથી બહાર થઈ ગયા છે. તે ક્યારે વાપસી કરશે એ પણ ખબર નથી. બીસીસીઆઈ તરફતી શિખર ધવનના બેકઅપ માટે રિષભ પંતને બોલાવવામાં આવ્યો છે.
રવિવારે જ્યારે ભારતીય ટીમ બોલિંગ કરી રહી હતી, ત્યારે પાંચમી ઓવરમાં ભુવનેશ્વર કુમારના પગમાં ખેંચ આવી ગઈ હતી. તે પોતાની ઓવર પણ પૂરી કરી શક્યા ન હતા અને વિજય શંકરે તેની ભરપાઈ કરી હતી. જોકે, ભુવીની અધૂરી ઓવર ફેંકવા આવેલ વિજયે પ્રથમ બોલ પર જ વિકેટ લીધી હતી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
બિઝનેસ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement