રાજ્યસભા માટે રાષ્ટ્રપતિ દ્વારા એવા લોકોને નિયુક્ત કરવામાં આવે છે કે જેમણે તેમના ક્ષેત્રમાં મહાન યોગદાન આપ્યું હોય. આરીતે રાજ્યસભામાં કુલ 12 સાંસદોને નિયુક્ત કરવામાં આવે છે. હાલમાં આ પૈકી 7 બેઠકો ખાલી છે. ભાજપે નવજ્યોત સિધ્ધુને આ રીતે જ રાજ્યસભામાં મોકલ્યો હતો.
2/6
કપિલદેવે ભારતને તેનો પહેલો વર્લ્ડકપ જીતાડ્યો હતો. 1983માં બારતે વેસ્ટ ઈન્ડિઝને હરાવીને પહેલો વર્લ્ડકપ જીત્યો ત્યારે કોઈને કલ્પના પણ નહોતી કે ભારત વર્લ્ડકપ વિજેતા બનશે. કપિલદેવે આ વર્લ્ડકપમાં ઝિમ્બાલે સામે 175 રનની યાદગાર ઈનિંગ્સ રમીને ભારતને જીતાડવામાં મોટું યોગદાન આપ્યું હતું.
3/6
હવે ભાજપના નેતાઓનું કહેવું છે કે રાષ્ટ્રપતિ દ્વારા રાજ્યસભામાં નિયુક્ત કરાતા સભ્યોના ક્વોટામાંથી કપિલદેવ રાજ્યસભામાં જઈ શકે છે. આ નિમણૂકો બિનરાજકીય કહેવાય છે તેથી આ દરખાસ્તને કપિલ દેવ નહી ઠુકરાવે તેવી ભાજપના નેતાઓને આશા છે.
4/6
બીજી સેલિબ્રિટીની ખબર નથી પણ ભારતના બે મહાન ક્રિકેટરો અમિત શાહની વાત માનીને ભાજપ સાથે જોડાય તેવી પૂરી શક્યતા છે. આ બે ક્રિકેટરો છે કપિલદેવ અને સૌરવ ગાંગુલી. ભાજપ કપિલદેવને રાજ્યસભામાં મોકલશે જ્યારે સૌરવ ગાંગુલીને પશ્ચિમ બંગાળમાંથી ચૂંટણી લડાવશે તેવું ભાજપનાં સૂત્રો માને છે.
5/6
અમિત શાહની પૂર્વ ક્રિકેટર કપિલ દેવ સાથેની મુલાકાત બાદ તેમના રાજ્યસભામાં જવાની અટકળોએ જોર પકડ્યુ છે. 2014માં ભાજપ અને શિરોમણી અકાલી દળે લોકસભા ચૂંટણી લડવા માટે તેમનો સંપર્ક કર્યો હતો,પરંતુ ત્યારે તેમણે રાજકારણથી દૂર રહેવાનું કહીને ઓફર ઠુકરાવી દીધી હતી.
6/6
નવી દિલ્હીઃ ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ હમણાં દેશભરમાં ફરીને જાણીતાં લોકોને મળી રહ્યા છે અને નરેન્દ્ર મોદી સરકારના ચાર વર્ષના શાસનની સિધ્ધીઓની માહિતી આપી રહ્યા છે. આ અભિયાન દરમિયાન તેમણે ઘણી સેલિબ્રિટીને ભાજપ સાથે જોડાવાની અપીલ પણ કરી છે.