શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ભારતનો આ સ્ટાર ક્રિકેટર માનસિક રીતે હતો સૌથી નબળો અને નેગેટિવ, કોચનો સૌથી મોટો ખુલાસો
ક્રિકેટરમાંથી હવે નેતા બનેલા ગંભીરે કહ્યું કે, “માનસિક રીતે અસુરક્ષિત હોવાની પૈડી અપટનની ટિપ્પણી પોતાની જગ્યાએ સાચી છે, પરંતુ હું નબળો વ્યક્તિ નથી.”
નવી દિલ્હીઃ ભારતીય ટૂમના પૂર્વ મેન્ટલ કન્ડીશનિંગ કોચ પૈડી અપ્ટને પોતાના નવા પુસ્તકમાં દાવો કર્યો છે કે ગૌતમ ગંભીર માનસિક રીતે નબળા અને અસુરક્ષિત અનુભવ કરતા હતા. તેમ છતાં તે ભારતના સફળ બેટ્સમેનમાંથી એક છે. જોકે, અપ્ટનની આ વાત પર ગંભીરે હળવી પ્રતિક્રિયા આપી છે. ગૌતમ ગંભીરે પુસ્તકમાં કરવામાં આવેલા દાવાઓને લઇને પુછવામાં આવેલા પ્રશ્ન પર કહ્યું કે, “હું આમાં કંઇપણ ખોટું નથી જોતો.”
ક્રિકેટરમાંથી હવે નેતા બનેલા ગંભીરે કહ્યું કે, “માનસિક રીતે અસુરક્ષિત હોવાની પૈડી અપટનની ટિપ્પણી પોતાની જગ્યાએ સાચી છે, પરંતુ હું નબળો વ્યક્તિ નથી.” પોતાના નવા પુસ્તક ‘ધ બેયરફૂટ કૉચ’માં ટીમ ઇન્ડિયાનાં પૂર્વ મેન્ટલ કંડીશનિંગ કૉચે લખ્યું કે, ‘પોતાના સમયમાં ભારતના સૌથી સારા બેટ્સમેન્સમાંથી એક ગૌતમ ગંભીર માનસિક રીતે નબળો અને સૌથી વધારે અસુરક્ષિત અનુભવતો ખેલાડી હતો.” જોકે આ મામલં ગંભીરે હળવા પ્રતિક્રિયા આપતા કહ્યું કે, “પૈડી અપટન ઘણા સારા વ્યક્તિ છે અને તેમણે ખોટી ભાવનાથી કંઇપણ નથી કહ્યું. મને તેમની પર પૂર્ણ વિશ્વાસ છે.”
ગૌતમ ગંભીરે કહ્યું કે, “કોઈપણ મુદ્દે ક્રિકેટર તરીકે કેટલો અસુરક્ષિત હતો એ સૌની સામે છે. એવું કંઇપણ નથી કે પૈડીએ કહ્યું હોય અને પબ્લિક ડૉમેનમાં ના હોય.” ગૌતમ ગંભીરને 2007 અને 2011નાં વિશ્વ કપનો હીરો માનવામાં આવે છે. આ બંને ટૂર્નામેન્ટમાં તેની મહત્વની ઇનિંગથી ભારત જીત્યું હતુ.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
ગુજરાત
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion