શોધખોળ કરો
IPL 11: પંજાબના આ ખેલાડીની વિચિત્ર બોલિંગ એક્શન જોઈને મલિંગાને પણ ઇર્ષા થશે
1/4

મનોજે પોતાની આ ઓવરમાં 10 રન આવ્યા અને કોઈ વિકેટ ન લઈ શક્યો. આ બાદ અશ્વિને તિવારીને ફરીથી બોલિંગ માટે પણ ન બોલાવ્યો. ઉલ્લેખનીય છે કે આ એક મેચ દરમિયાન કેદાર જાધવે પણ કંઈક આવા જ પ્રકારની બોલિંગ એક્શન સાથે બોલ ફેંક્યા હતા. જે બાદ લોકો કેદાર જાધવ સાથે મનોજ તિવારીની તુલના કરવા લાગ્યા.
2/4

સોશિયલ મીડિયા પર લોકોએ મનોજ તિવારીની એક્શનની તુલના શ્રીલંકાના ઝડપી બોલર લસિથ મલિંગા સાથે કરી નાખી. કોમેન્ટેટર્સ પણ મનોજ તિવારીની બોલિંગ એક્શનની મજાક ઉડાવતા જોવા મળ્યા. કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન અશ્વિને ઈનિંગની 8મી ઓવર મનોજ તિવારીને સોંપી હતી. જોકે મનોજ તિવારી પાસેથી બોલિંગની ઉમ્મીદ ઘણા ઓછા લોકોએ કરી હશે.
Published at : 28 Apr 2018 08:03 AM (IST)
View More





















