શોધખોળ કરો
Advertisement
બ્રાયન લારાએ કરી ભવિષ્યવાણી, આ ટીમ જીતશે એશિઝ સિરીઝ, જાણો
દિગ્ગજ બ્રાયન લારાની ભવિષ્યવાણી મુજબ, વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડ જ એશિઝ સિરીઝનું ટાઈટલ જીતશે. એટલું જ નહીં બ્રાયન લારાએ તો સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન અને સર્વાધિક વિકેટ લેનાર બોલરનું નામ બતાવી દીધું છે.
નવી દિલ્હી: વેસ્ટ ઈન્ડિઝના મહાન ક્રિકેટર બ્રાયન લારાએ એશિઝ સીરીઝને લઈને મોટી ભવિષ્યવાણી કરી છે. બ્રાયન લારાનું કહેવું છે કે વિશ્વ કપ વિજેતા ટીમ ઈંગ્લેન્ડ જ આ વખતે એશિઝ સિરીઝની વિજેતા બનશે. છેલ્લા મહીને આઈસીસી ક્રિકેટ વર્લ્ડ કપ સમાપ્ત થયા બાદ ક્રિકેટની સૌથી પ્રતિષ્ઠિત એશિઝ સિરીઝની શરૂઆત થઈ ગઈ છે. એશિઝ સિરીઝની શરૂઆત સાથે હવે દિગ્ગજોએ પણ પોત-પોતાના અનુમાન લગાવવાની શરૂઆત કરી દીધી છે.
દિગ્ગજ બ્રાયન લારાની ભવિષ્યવાણી મુજબ, વર્લ્ડ કપ વિજેતા ઇંગ્લેન્ડ જ એશિઝ સિરીઝનું ટાઈટલ જીતશે. એટલું જ નહીં બ્રાયન લારાએ તો સર્વાધિક રન બનાવનાર બેટ્સમેન અને સર્વાધિક વિકેટ લેનાર બોલરનું નામ બતાવી દીધું છે.
બ્રાયન લારાએ જણાવ્યું છે કે, ઇંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ પાંચ મેચની આ સીરીઝમાં સૌથી વધુ રન બનાવશે અને ઝડપી બોલર ક્રીસ વોક્સ સૌથી વધુ વિકેટ ઝડપશે. બ્રાયન લારાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, 'એશિઝ સિરીઝ 2019 માટે મારી ભવિષ્યવાણી. લારાએ જે ટ્વિટ કર્યું છે તે મુજબ, ઈંગ્લેન્ડની ટીમને વિજેતા ગણાવી છે. સૌથી વધુ રન મામલે લારાએ જો રૂટનું નામ કહ્યું, સૌથી વધુ વિકેટમાં ક્રીસ વોક્સનું નામ છે.My Predictions for the Ashes @icc
???? Ashes 2019 Winners: #england Most Runs: @root66 Most Wickets: @chriswoakes#ashes #lovecricket #cricket #icc #engvsaus #testcricket pic.twitter.com/8AB4W0nHmj — Brian Lara (@BrianLara) August 1, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દુનિયા
દેશ
ક્રિકેટ
અમદાવાદ
Advertisement