શોધખોળ કરો

French Open 2025: કાર્લોસ અલ્કારેઝે સતત બીજી વખત જીતી ફ્રેન્ચ ઓપન, ફાઇનલમાં વર્લ્ડ નંબર-1 સિનરને હરાવ્યો

French Open 2025: સ્પેનના વિશ્વ નંબર-2 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન 2025માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું.

French Open 2025: સ્પેનના વિશ્વ નંબર-2 ટેનિસ ખેલાડી કાર્લોસ અલ્કારાઝે ફ્રેન્ચ ઓપન 2025માં મેન્સ સિંગલ્સનું ટાઇટલ જીત્યું હતું. 8 જૂન (રવિવાર) ના રોજ ફિલિપ ચેટરિયર કોર્ટ પર રમાયેલી ફાઇનલમાં કાર્લોસ અલ્કારાઝે વિશ્વ નંબર-1 જૈનિક સિનરને 4-6, 6-7 (4), 6-4, 7-6 (3), 7-6 (2) થી હરાવ્યું હતું. અલ્કારાઝે સતત બીજા વર્ષે ફ્રેન્ચ ઓપનમાં પુરુષ સિંગલ્સનો ખિતાબ જીત્યો છે. ઇટાલીના સિનરનું ફ્રેન્ચ ઓપન જીતવાનું સ્વપ્ન આ વર્ષે પૂર્ણ થઈ શક્યું નથી. સિનર પહેલીવાર ફ્રેન્ચ ઓપનની ફાઇનલમાં પહોંચ્યો હતો.

ફ્રેન્ચ ઓપનની સૌથી લાંબી ફાઇનલ

કાર્લોસ અલ્કારાઝ અને જૈનિક સિનર વચ્ચેની આ ફાઇનલ 5 કલાક અને 29 મિનિટ સુધી ચાલી હતી. આ ફ્રેન્ચ ઓપનના ઇતિહાસમાં સૌથી લાંબી ફાઇનલ હતી. આ 22 વર્ષીય કાર્લોસ અલ્કારાઝના કારકિર્દીનો ગ્રાન્ડ સ્લેમ ખિતાબ હતો. અલ્કારાઝે અત્યાર સુધીમાં બે વિમ્બલ્ડન (2023, 2024), બે ફ્રેન્ચ ઓપન (2024, 2025) અને એક યુએસ ઓપન (2022) ટાઇટલ જીત્યા છે.

આ રીતે સિનર અને અલ્કારાઝ વચ્ચેનો મુકાબલો 5 સેટ સુધી ચાલ્યો

આ ફાઇનલ મેચમાં જૈનિક સિનરે પહેલો સેટ 6-4થી જીત્યો હતો. પહેલા સેટમાં બીજી ગેમ સુધી સિનર આગળ હતો, પરંતુ પછી તેણે કેટલીક ભૂલો કરી અને અલ્કારાઝે આગળ નીકળી ગયો. જોકે, સિનરે ઝડપી વાપસી કરી અને અંતે સેટ જીતી લીધો હતો.

આ પછી બીજો સેટ પણ સિનર પાસે ગયો. બીજો સેટ ટાઇ બ્રેકર દ્વારા નક્કી થયો. સિનરે પિનપોઇન્ટ ક્રોસ-કોર્ટ ફોરહેન્ડ મુક્ત કર્યો અને ટાઇબ્રેકમાં પહેલો પોઇન્ટ લીધો હતો. સિનરે બીજો સેટ ટાઇબ્રેક દ્વારા 7-4થી જીત્યો હતો. બીજા સેટમાં એક સમયે 3-0થી પાછળ રહ્યા બાદ અલ્કારાઝે વાપસી કરી અને બીજો સેટ એક સમયે 4-2થી પાછળ રહ્યો હતો. પરંતુ પછી સિનરે બતાવ્યું કે તે નંબર-1 કેમ છે અને તેણે 5-2 થી સ્કોર બનાવ્યો હતો. પરંતુ પછી અલ્કારાઝે વાપસી કરી અને એક સમયે સ્કોર 5-5 સુધી પહોંચી ગયો. જોકે, સિનરે તેને 6-5 સુધી પહોંચાડ્યો અને સેટનો નિર્ણય આખરે ટાઇબ્રેકર દ્વારા લેવામાં આવ્યો હતો.

આ પછી અલ્કારાઝે ત્રીજા સેટમાં અદ્ભુત રમત બતાવી હતી. અલ્કારાઝે ત્રીજો સેટ જીત્યો હતો. અલ્કારાઝે ત્રીજો સેટ 6-4 થી જીત્યો હતો. આ પછી અલ્કારાઝે સતત લીડ જાળવી રાખી હતી. અલ્કારાઝે ચોથા સેટમાં પણ પોતાની તાકાત બતાવી હતી. જ્યારે સિનર તેની ટાઇટલ જીતથી માત્ર એક સેટ દૂર હતો, ત્યારે અલ્કારાઝે ત્રીજો અને ચોથો સેટ પણ જીત્યો હતો. અલ્કારાઝે ચોથો સેટ 7-6 થી જીત્યો હતો. આ પછી પાંચમા સેટમાં નિર્ણય લેવામાં આવ્યો હતો.

પાંચમો સેટ પણ એક સમયે 6-6 થી બરાબર હતો, તેથી આ છેલ્લો સેટ સુપર ટાઇબ્રેકમાં રમાયો જેમાં અલ્કારાઝે 10-2 થી જીત મેળવી હતી. નોંધનીય છે કે સેમિફાઇનલમાં 23 વર્ષીય જેનિક સિનરે સર્બિયાના નોવાક જોકોવિચને સીધા સેટમાં 6-4, 7-5, 7-6 (3) થી હરાવ્યો હતો. બીજી તરફ, કાર્લોસ અલ્કારાઝે સેમિફાઇનલમાં આઠમા ક્રમાંકિત લોરેન્ઝો મુસેટ્ટીને હરાવ્યો હતો. જોકે, મુસેટ્ટી ઈજાને કારણે મેચ અધવચ્ચે જ છોડી દીધી હતી. ત્યારે અલ્કારાઝ 4-6, 7-6 (3), 6-0, 2-0 થી આગળ હતો.

જોકોવિચનું સ્વપ્ન ચકનાચૂર થઈ ગયું

નોવાક જોકોવિચ શુક્રવારે ફ્રેન્ચ ઓપનમાં પોતાનો ચોથો અને એકંદરે 25મો ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ જીતવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકોવિચ અને ભૂતપૂર્વ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ માર્ગારેટ કોર્ટ સૌથી વધુ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ ટાઇટલ (મહિલા અને પુરુષ) જીતવાના સંદર્ભમાં સમાન છે. બંનેએ સંયુક્ત રીતે સૌથી વધુ 24 ગ્રાન્ડ સ્લેમ સિંગલ્સ ટાઇટલ જીત્યા છે. ટેનિસમાં ઓપન યુગની શરૂઆત 1968માં થઈ હતી. જોકોવિચનું સ્વપ્ન ફ્રેન્ચ ઓપન જીતવાનું અને માર્ગારેટ કોર્ટને પાછળ છોડી દેવાનું હતું, પરંતુ આ સ્વપ્ન ફરીથી ચકનાચૂર થઈ ગયું છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
Ban vs Aus: બાંગ્લાદેશે ઓસ્ટ્રેલિયાને હરાવી રચ્યો ઇતિહાસ, કાંગારૂઓને ઘરઆંગણે જ ધૂળ ચટાડી
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
2027 ODI વર્લ્ડ કપની તારીખ લીક? આફ્રિકામાં રમાનારી ટૂર્નામેન્ટનું ગાંધી કનેક્શન!
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો: 77 રને રમતો કેએલ રાહુલ ઈજાગ્રસ્ત, મેદાનની તસવીરોએ વધારી ચિંતા
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ
Devdutt Padikkal: ગૉલ ટેસ્ટમાં સદી ફટકારી દેવદત્ત પડિક્કલે તોડ્યા 3 મોટા રેકોર્ડ

વિડિઓઝ

Kheda Bridge Collapse : ગુજરાતમાં વધુ એક બ્રિજ ધરાશાયી, બે ગામ વચ્ચેનો સંપર્ક કપાયો
Gujarat Rain Breaking News : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો વરસાદ?
West Bengal : બંગાળના પૂર્વ ડેપ્યુટી સ્પીકર આશિષ બેનર્જીની આત્મહત્યા
CM Bhupendra Patel US Visit : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમેરિકા-કેનેડાના પ્રવાસે રવાના
Gujarat Rain Forecast : ચાર જિલ્લામાં વરસાદનું એલર્ટ, જુઓ હવામાન વિભાગની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
GAS કેડરના 144 ડેપ્યુટી કલેક્ટરની તાત્કાલિક બદલી: જાણો તમારા જિલ્લાના કયા અધિકારી બદલાયા
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
Gujarat Weather Update: આગામી 7 દિવસ વરસાદની આગાહી, આ 6 જિલ્લામાં ભારે એલર્ટ
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
આવતીકાલથી ગેસના બાટાલના વધુ રૂપિયા ચૂકવવા પડશે? આજે જ આ કામ પતાવી લો
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Gujarat Weather: ગુજરાતમાં આગામી દિવસોમાં કેવું રહેશે હવામાન, જાણો ક્યાં જિલ્લામાં વરસશે વરસાદ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Surat Ragging Case: મૃતકના પિતાએ 4 સિનીયર તબીબ વિરૂદ્ધ નોંધાવી ફરિયાદ, ગમે ત્યારે થઈ શકે છે ધરપકડ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
Gujarat Weather: ગુજરાતમાં 2 દિવસ ભારે વરસાદની આગાહી: તાપી, નવસારી, વલસાડ અને ડાંગમાં યલો એલર્ટ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
સોનિયા ગાંધી સામે ફરિયાદ દાખલ, 'વંદે માતરમ્' ના કથિત અપમાનનો આક્ષેપ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Maharashtra News: અજય દેવગન અને શાહરૂખ ખાનની મુશ્કેલી વધી, FDA એ ફટકારી નોટિસ
Embed widget