શોધખોળ કરો
પુજારાએ ફટકારી ફર્સ્ટ કલાસ કરિયરની 50મી સદી, સચિન-દ્રવિડ જેવા દિગ્ગજોના લિસ્ટમાં થયો સામેલ
સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકરે ભારત માટે સર્વાધિક 81 ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી મારી છે. આ બંને દિગ્ગજ બેટ્સમેનો સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે.
રાજકોટઃ ભારતના ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પુજારાએ શનિવારે રણજી ટ્રોફીમાં સદી ફટકારી હતી. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા સૌરાષ્ટ્રે કર્ણાટક સામે રાજકોટમાં 90 ઓવરમાં 2 વિકેટે 296 રન કર્યા છે. પુજારા 162 રને અને શેલ્ડન જેક્સન 99 રને રમી રહ્યા છે. આ પુજારાની ફર્સ્ટ ક્લાસ કરિયરની 50મી સેન્ચુરી છે. તે આ સિદ્ધિ મેળવનાર નવમો ભારતીય બન્યો છે.
ગાવસ્કર-સચિન ટોચ પર
સુનિલ ગાવસ્કર અને સચિન તેંડુલકરે ભારત માટે સર્વાધિક 81 ફર્સ્ટ ક્લાસ સેન્ચુરી મારી છે. આ બંને દિગ્ગજ બેટ્સમેનો સંયુક્ત રીતે પ્રથમ નંબરે છે. 68 સદી સાથે રાહુલ દ્રવિડ ત્રીજા, 60 સદી સાથે વિજય હઝારે ચોથા, 57 સદી સાથે વસીમ જાફર પાંચમા, 55 સદી સાથે દિલીપ વેંગસરકર છઠ્ઠા, 55 સદી સાથે વીવીએસ લક્ષ્મણ સાતમા અને 54 સદી સાથે મોહમ્મદ અઝહરુદ્દીન આઠમા ક્રમે છે.
હાલ ક્રિકેટ રમતાં આ 3 ક્રિકેટર જ છે પુજારાથી આગળ
પુજારા એક્ટિવ (અત્યારે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ રમતા હોય) ક્રિકેટર્સમાં ચોથા ક્રમે છે. ઇંગ્લેન્ડનો પૂર્વ કપ્તાન એલિસ્ટર કુક (65), ભારતનો પૂર્વ ઓપનર વસીમ જાફર (57) અને દક્ષિણ આફ્રિકાનો પૂર્વ કપ્તાન હાશિમ અમલા (52) અનુક્રમે પ્રથમ, બીજા અને ત્રીજા સ્થાને છે. ટેસ્ટ ક્રિકેટ રમનાર ખેલાડીઓમાં ઓસ્ટ્રેલિયાનો સ્ટીવ સ્મિથ 42 સદી સાથે સૌથી નજીક છે. વિરાટ કોહલી અને અજિંક્ય રહાણેએ 34 અને 32 સેન્ચુરી મારી છે.
વિદેશ પ્રવાસ દરમિયાન ભારત સાથે સંપર્કમાં રહી શકાશે, આ એર લાઇન્સે બહાર પાડ્યું ખાસ સિમ કાર્ડ
Oyo કર્મચારીઓ માટે માઠા સમાચાર, સંકટમાં હજારો કર્મચારીઓની નોકરી, જાણો વિગત
તાપીઃ ઉકાઈ પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલે કરી આત્મહત્યા, જાણો વિગત
BOB સહિત 3 બેંકોએ આપી નવા વર્ષની ભેટ, કરોડો ગ્રાહકોને થશે ફાયદો
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ક્રિકેટ
બોલિવૂડ
દેશ
Advertisement