શોધખોળ કરો
Advertisement
કોહલીની ટિપ્પણી બાદ ભડક્યો આ ભારતીય ખેલાડી, કહ્યું- હું કોઈના મનોરંજન માટે નથી રમતો...
પૂજારાની હાજરીમાં સૌરાષ્ટ્રને ટીમે બંગાળને હરાવી પ્રથમ વખત રણજી ટ્રોફી ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ મેચમાં પૂજારાએ ધીમી પણ મહત્વની ઇનિંગ્સ રમી હતી.
નવી દિલ્હી: ભારતીય ટીમનો ટેસ્ટ સ્પેશ્યાલિસ્ટ બેટ્સમેન ચેતેશ્વર પૂજારા હાલના દિવસોમાં પોતાની ધીમી બેટિંગને લઈને ચર્ચામાં છે. ન્યૂઝીલેન્ડ સામે વેલિંગ્ટન ટેસ્ટ પછી ભારતીય કેપ્ટન વિરાટ કોહલીની પણ ધીરજ તુટી હતી અને તેણે જાહેરમાં પૂજારાની ધીમી બેટિંગ પર સવાલ ઉભા કર્યા હતા. તે મેચમાં પૂજારાએ પ્રથમ ઇનિંગ્સમાં 42 બોલમાં 11 અને બીજી ઇનિંગ્સમાં 81 બોલ પર 11 રન બનાવ્યા હતા. હવે આ મામલે પૂજારાનું દર્દ છલકાઇ આવ્યું છે.
પૂજારાની હાજરીમાં સૌરાષ્ટ્રને ટીમે બંગાળને હરાવી પ્રથમ વખત રણજી ટ્રોફી ટાઇટલ પોતાના નામે કર્યું હતું. આ મેચમાં પૂજારાએ ધીમી પણ મહત્વની ઇનિંગ્સ રમી હતી. પુજારાએ 237 બોલમાં 66 રન બનાવ્યા હતા. પુજારાએ ખુલાસો કર્યો કે, રણજી ટ્રોફી ચેમ્પિયન બન્યા બાદ ટીમે શાનદાર રીતે તેની ઉજવણી કરી.
ચેતેશ્વર પુજારાએ પોતાની બેટિંગના મહત્વના પાસાઓ પર વાત કરી. જ્યારે તેને પૂંછવામાં આવ્યું કે, શું તેમને લાગે છે કે, તાજેતરના સમયમાં કોઇ પણ ખેલાડી તેમના જેવો બનવા નથી માંગતો તો તેણે સ્પષ્ટ કહ્યું કે, ”જી હાં, હું આ વાત સાથે સહેમત છું. પરંતુ યુવા પેઢી મારી રમતને સમજે છે. અને પછી ટેસ્ટ મેચ પણ હવે ખુબ ઓછી રમવામાં આવે છે. આવામાં જ્યારે વન-ડે મેચોની સંખ્યા વધી રહી છે તો યુવા પેઢીના ખેલાડીઓ મારી બેટિંગ શૈલીને અપનાવતા નથી કારણ કે તેઓ ટેસ્ટ મેચના વધારે પસંદ કરતા નથી. એવું પણ નથી કે, હું ટેસ્ટ મેચ રમતો નથી. હું વન-ડે ક્રિકેટમાં પણ રમી શકુ છું.”
ચેતેશ્વર પૂજારાએ કહ્યું હતું કે તે સોશિયલ મીડિયા માટે બેટિંગ કરતા નથી. સોશિયલ મીડિયા પર ટિપ્પણી કરનાર મોટાભાગના લોકો મારી રમત અને ટેસ્ટ ક્રિકેટ સમજતા નથી. કારણ કે તે વધારે વન-ડે અને ટી-20 ક્રિકેટ જોવે છે. કૃપા કરીને એ વાત સમજો કે મારો લક્ષ્યાંક કોઈનું મનોરંજન કરવાનો નથી પણ પોતાની ટીમ માટે મેચ જીતવાનો છે. તે ભારતીય ટીમ હોય કે સૌરાષ્ટ્રની. કોઈ દિવસ હું ઝડપી રમું છું તો કોઈ દિવસ ધીમું. હું ક્રિકેટ પ્રશંસકોનું સન્માન કરું છું. જ્યારે હું રમી રહ્યો હોવ છું ત્યારે સોશિયલ મીડિયા પર ધ્યાન આપતો નથી.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
ક્રિકેટ
ક્રિકેટ
ક્રિકેટ
Advertisement
gujarati.abplive.com
Opinion