શોધખોળ કરો
Advertisement
IPL: આ વિસ્ફોટક બેટ્સમેને ટી-20માં 100 વખત બનાવ્યા 50 થી વધુ રન
રૉયલ ચેલેન્જર્સ બેંગલોર સામે 99 રન બનાવતાની સાથે જ ટી-20 ક્રિકેટમાં ક્રિસ ગેલે એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
નવી દિલ્હી: કિંગ્સ ઇલેવન પંજાબના વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલે શનિવારે રૉયલ ચેલેન્જર્સના બોલરોની આકરી ધોલાઈ કરી હતી. ગેલે 64 બોલમાં અણનમ 99 રન બનાવ્યા હતા. આ ઇનિંગમાં ગેલે 10 ચોગ્ગા અને પાચ છગ્ગા ફટકાર્યા હતા. આ સાથે જ ટી-20 ક્રિકેટમાં એક મોટો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
ક્રિસ ગેલે ટી-20 ક્રિકેટમાં 100 વખત 50 થી વધુ રન બનાવનારો પ્રથમ ખેલાડી બની ગયો છે. જ્યારે બીજા નંબરે ઓસ્ટ્રેલિયાનો ડેવિડ વોર્નર છે જેણે અત્યાર સુધી 73 વખત 50 થી વધુ રન બનાવ્યા છે. વિરાટ કોહલી (63 વખત) ત્રીજા નંબરે છે.
ક્રિસ ગેલના નામે ટી-20 ક્રિકેટમાં 21 સદી અને 79 અડધી સદી નોંધાયેલી છે. પંજાબ સામે ગેલે 99 રને અણનમ રહ્યો હતો. આઈપીએલના ઈતિહાસમાં સુરેશ રૈના બાદ ગેલ બીજો બેટ્સમેન છે જે 99 રન પર અણનમ રહ્યો હોય.
જો કે હાલમાં આઈપીએલમાં સૌથી વધુ 6 વખત સદી બનાવવાનો રેકોર્ડ પણ ક્રિસ ગેલના નામે જ છે.BROMANCE 🤝🙌#KXIPvRCB pic.twitter.com/dWE39dCJm8
— IndianPremierLeague (@IPL) April 13, 2019
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
ક્રિકેટ
Advertisement