શોધખોળ કરો
Advertisement
World Cup 2019: વેસ્ટ ઇન્ડીઝે આ સ્ટાર બેટ્સમેનને બનાવ્યો વાઈસ કેપ્ટન
ટીમમાં મળેલ આ નવી જવાબદારી પર ક્રિસ ગેલે કહ્યું, વેસ્ટઇન્ડીઝની ટીમ માટે કોઈપણ ફોર્મેટમાં પ્રતિનિધિત્વ કરવું ગૌરવની વાત છે અને વર્લ્ડ કપ તો મારા માટે ખાસ છે.
નવી દિલ્હીઃ વિસ્ફોટક બેટ્સમેન ક્રિસ ગેલને આ મહિનાના અંતમાં ઇંગ્લેન્ડ અને વેલ્સમાં રમાનાર ક્રિકેટ વર્લ્ડ કપ માટે વેસ્ટઇન્ડીઝ ટીમના વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યા છે. વેસ્ટઇન્ડીઝ ક્રિકેટ બોર્ડમાં નવું મેનેજમેન્ટ આવવાથી એક પછી એક મોટા ફેરફાર જોવા મળી રહ્યા છે. ક્રિસ ગેલ છેલ્લે વર્ષ 2010માં જૂન મહિનામાં વેસ્ટઇન્ડીઝની કેપ્ટનશીપ કરતાં જોવા મળ્યા હતા.
ટીમમાં મળેલ આ નવી જવાબદારી પર ક્રિસ ગેલે કહ્યું, વેસ્ટઇન્ડીઝની ટીમ માટે કોઈપણ ફોર્મેટમાં પ્રતિનિધિત્વ કરવું ગૌરવની વાત છે અને વર્લ્ડ કપ તો મારા માટે ખાસ છે. સીનિયર ખેલાડી તરીકે મારી એ જવાબદારી બને છે કે હું કેપ્ટન અને ટીમના અન્ય ખેલાડીઓનું સમર્થન કર્યું. આ મોટો વર્લ્ડ કપ છે, માટે મમારી પાસેથી આશા પણ વધારે છે અને અમે જાણીએ છીએ કે અમે વેસ્ટઇન્ડીઝ માટે સારું પ્રદર્શન કરીને પરત ફરીશું.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement