શોધખોળ કરો
Advertisement
ધોની ક્રિકેટમાંથી સન્યાસ લેશે કે નહીં? તે અંગે કૉચ રવિ શાસ્ત્રીએ કહ્યું ધોની હવે.......
કૉચે કહ્યું કે વર્લ્ડકપ બાદ મારો તેની સાથે ભેટો નથી થયો, તેને પહેલા રમવાનુ શરૂ કરવુ પડશે અને પછી જોઇશું કે શું થઇ રહ્યું છે
નવી દિલ્હીઃ વનડે વર્લ્ડકપ 2019 બાદ ક્રિકેટથી દુર રહેલા પૂર્વ કેપ્ટન એમએસ ધોની વિશે મીડિયામાં ચર્ચાઓ થતી રહે છે, કેટલાકને શંકા છે કે ધોની ગમે ત્યારે સન્યાસની જાહેરાત કરી શકે છે. જોકે આ અંગે હજુ સત્તાવાર માહિતી સામે આવી શકી નથી. એક ગૃપ એવુ પણ છે જે ધોનીને બહુ જલ્દી ક્રિકેટના મેદાન પર રમતો જોવા માગે છે. મીડિયા, સપોટર્સ, ક્રિકેટ ફેન્સ, અને પૂર્વ ક્રિકેટરો બધાના મત ધોની અંગે અલગ અલગ છે. હવે આ બધાની વચ્ચે કૉચ રવિ શાસ્ત્રીએ મોટુ નિવેદન આપ્યુ છે.
કૉચ રવિ શાસ્ત્રીએ પહેલીવાર ધોની અંગે સ્ટેટમેન્ટ આપ્યુ છે, તેમને મૌન તોડતા એક મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ કે, ધોની અમારા સર્વશ્રેષ્ઠ ખેલાડીઓમાંનો એક રહેશે. તેનો નંબર લિસ્ટમાં ખુબ ઉપર હશે. તે તેનો નિર્ણય હશે કે તે વાપસી કરવા ઇચ્છે છે કે નહીં. ધોની હવે જાતે નક્કી કરે કે રમવુ છે કે પછી નહીં.
કૉચે કહ્યું કે વર્લ્ડકપ બાદ મારો તેની સાથે ભેટો નથી થયો, તેને પહેલા રમવાનુ શરૂ કરવુ પડશે અને પછી જોઇશું કે શું થઇ રહ્યું છે.
નોંધનીય છે કે, મહેન્દ્ર સિંહ ધોની ટીમ ઇન્ડિયાના ધૂરંધર કેપ્ટનોમાનો એક છે, ધોનીએ પોતાની કેપ્ટનશીપ કેરિયરમાં ભારતને બે-બે વર્લ્ડકપ અપાવ્યા છે. વર્ષ 2007માં પહેલો ટી20 વર્લ્ડકપ અને વર્ષ 2011માં વનડે ક્રિકેટ વર્લ્ડકપ ટીમ ઇન્ડિયાને અપાવ્યો હતો.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
ગેજેટ
બિઝનેસ
Advertisement