(Source: ECI/ABP News/ABP Majha)
CWG 2022 Live: ભારતનો વધુ એક મેડલ પાક્કો, લોન બોલમાં રચ્યો ઈતિહાસ
CWG 2022 Updates: કોમનવેલ્થ ગેમ્સ મેડલ ટેલીમાં 52 મેડલ સાથે ઓસ્ટ્રેલિયા પ્રથમ ક્ર
LIVE
Background
Commonwealth Games 2022 Update: બર્મિંગહામમાં કોમનવેલ્થ ગેમ્સ યોજાઈ રહી છે. આ ગેમ્સના પ્રથમ ત્રણ દિવસ પૂરા થઈ ગયા છે અને ભારતે 6 મેડલ જીત્યા છે.
ચોથા દિવસનું શિડ્યૂલ
- ટેબલ ટેનિસઃ ભારતીય મેન્સ વિ નાઈજીરિયા, સેમિ ફાઈનલ, રાત્રે 11.30થી
- વેઈટ લિફ્ટિંગઃ અજય સિંઘ- મેન્સ 81 કિગ્રા ફાઈનલ, બપોરે 2.00થી, હરજિન્દર કૌરઃ મહિલાઓની 71 કિગ્રાની ફાઈનલ, રાત્રે 11.00થી
- બેડમિંટનઃ મિક્સ ટીમ ઈવેન્ટની સેમિફાઈનલ બપોરે 3.30થી
- બોક્સિંગઃ અમિત પંઘાલ વિ નામ્રી બેરી (વાનુટુ), સાંજે 4.45થી, મોહમ્મદ હુસામુદ્દિન વિ સલીમ હોસાન (બાંગ્લાદેશ), સાંજે 6.00થી. આશિષ કુમાર વિ ટાપાટુએટોઆ (નિઉ), રાત્રે 1.00થી
- હોકીઃ ભારતીય મેન્ય ટીમ વિ ઈંગ્લેન્ડ, રાત્રે 8.30થી ગ્રુપ મેચ
- જુડોઃ જસલીન સિંઘ સૈની, મેન્સ 66 કિગ્રી, બપોરે 2.30થી, વિજય કુમાર યાદવ મેન્સ 60 કિગ્રા, બપોરે 3.30થી, સુશીલા દેવી- મહિલાઓની 48 કિગ્રી કેટેગરી, સુચિકા તારિયાલ, મહિલાઓની 57 કિગ્રા કેટેગરી
બોક્સર અમિત પંઘલે ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી
ભારતીય બોક્સર અમિત પંઘલે વનઆટૂના નામરી બેરીને હરાવીને ક્વાર્ટર ફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. અમિતે શાનદાર પ્રદર્શન કરતાં 5-0તી જીત મેળવી હતી. આ મુકાબલો 48-51 કિલો વર્ગનો હતો.
જૂડોમાં ભારતની સુશીલા દેવીનું શાનદાર પ્રદર્શન
જૂડોની રમતમાં ભારતની સુશીલા દેવીનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. સુશીલા દેવીએ 48 કિલો ક્વાર્ટર ફાઈનલમાં મલાવીની હરેટ બોન્ફેસને હરાવી હતી.
અજય સિંહ ચોથા ક્રમે રહ્યો
ભારતનો અજય સિંહ વેઈટ લિફ્ટિંગમાં મેડલથી ચૂકી ગયો છે. 81 કિગ્રા કેટેગરીમાં તે ચોથા સ્થાને રહ્યો છે.
લોન બોલમાં ભારતે મારી બાજી
કોમન વેલ્થ ગેમ્સમાં ભારતે લોન બોલમાં ન્યૂઝીલેન્ડને 16-13થી હાર આપીને મેડલ પાક્કો કર્યો છે.
#CommonwealthGames2022 | India beat New Zealand 16-13 in Lawn Bowls Women's Fours to reach the final; secures silver medal
— ANI (@ANI) August 1, 2022
લોન બોલમાં ભારતે મારી બાજી
કોમન વેલ્થ ગેમ્સમાં ભારતે લોન બોલમાં ન્યૂઝીલેન્ડને 16-13થી હાર આપીને મેડલ પાક્કો કર્યો છે.
#CommonwealthGames2022 | India beat New Zealand 16-13 in Lawn Bowls Women's Fours to reach the final; secures silver medal
— ANI (@ANI) August 1, 2022