શોધખોળ કરો

Lionel Messi: 'લિયોનેલ મેસ્સીનો જન્મ આસામમાં થયો હતો', કોગ્રેસના સાંસદે ટ્વિટ કરતા થયા ટ્રોલ

આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડકપ 2022નો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ રોમાંચક મુકાબલામાં ફ્રાન્સને હરાવ્યું હતું.

Argentina vs France Final: આર્જેન્ટિનાએ 36 વર્ષ બાદ ફિફા વર્લ્ડકપ 2022નો ખિતાબ જીત્યો છે. ફાઈનલ મેચમાં આર્જેન્ટિનાએ રોમાંચક મુકાબલામાં ફ્રાન્સને હરાવ્યું હતું. ત્યારથી આર્જેન્ટિના અને તેના કેપ્ટન લિયોનેલ મેસ્સી સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહ્યા છે. આર્જેન્ટિનાની જીતની ભારતના ઘણા ભાગોમાં ઉજવણી કરવામાં આવી હતી. ખાસ કરીને ફેન્સ મેસ્સી વિશે ઘણું લખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, લિયોનેલ મેસ્સીના ચાહકો આખી દુનિયામાં છે. ભારતમાં પણ લિયોનેલ મેસ્સીના ચાહકોની સંખ્યા ઓછી નથી. ભારતીય ચાહકો પણ મેસ્સીને અભિનંદન આપી રહ્યા છે. આ દરમિયાન આસામના કોંગ્રેસના એક સાંસદે મેસ્સીનું ઈન્ડિયા કનેક્શન શોધી કાઢ્યું છે. જોકે, મેસ્સીનું ભારત સાથેનું કનેક્શન કરવું કોંગ્રેસના સાંસદને મોંઘુ પડ્યું છે. તેઓ સોશિયલ મીડિયા પર જબરદસ્ત ટ્રોલ થઈ રહ્યા છે.

બાદમાં ટ્વીટ ડિલીટ કર્યું

વાસ્તવમાં આસામ કોંગ્રેસના સાંસદ અબ્દુલ ખલીકે ટ્વિટર પર મેસ્સીને અભિનંદન આપ્યા અને લખ્યું કે તમને હૃદયપૂર્વક અભિનંદન, અમને તમારા આસામ કનેક્શન પર ગર્વ છે. એટલું જ નહીં, જ્યારે યુઝર્સે અબ્દુલ ખલિકને મેસ્સીના આસામ કનેક્શન વિશે પૂછ્યું તો તેમણે દાવો કર્યો કે આર્જેન્ટિનાના ફૂટબોલ ખેલાડી લિયોનેલ મેસ્સીનો જન્મ ભારતના આસામ રાજ્યમાં થયો હતો. તેમના આ ટ્વીટ બાદ યુઝર્સ તેમને ટ્રોલ કરી રહ્યા છે.

જો કે કોંગ્રેસ સાંસદે પોતાને ટ્રોલ થતા જોઈને પોતાનું ટ્વિટ ડિલીટ કરી દીધું હતું, પરંતુ જ્યાં સુધી તેમને પોતાની ભૂલનો અહેસાસ થયો ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ચૂક્યું હતું. લોકોએ તેમના ટ્વીટના સ્ક્રીનશોટ લીધા અને સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા. નોંધનીય છે કે આ અગાઉ તૃણમૂલ કોંગ્રેસના નેતા રિજુ દત્તાએ મેસ્સીનું બંગાળ કનેક્શન જણાવ્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં લખ્યું છે કે, આ જીત આર્જેન્ટિનાની નહીં પરંતુ તૃણમૂલ કોંગ્રેસની છે.જય બાંગ્લા.

FIFA વર્લ્ડકપ જીત્યા બાદ મેસ્સીનો ભાવુક સંદેશ, ઇન્સ્ટા પર લખ્યું- મને વિશ્વાસ નથી થઇ રહ્યો.........

Lionel Messi Emotional Social Media Post: ફિફા વર્લ્ડકપ 2022ની ફાઇનલ (FIFA WC 2022 Final)માં ફ્રાન્સને રોમાંચક હાર આપતા આર્જેન્ટિના (Argentina) ચેમ્પીયન બની ગયુ છે, આર્જેન્ટિનાના કેપ્ટન અને સ્ટાર ફૂટબૉલર લિયૉનેલ મેસ્સીનું પ્રદર્શન કમાલનુ રહ્યું હતુ, હવે તેને પોતાની ટીમની ઐતિહાસિક જીત બાદ પોતાનો ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ પરથી એક પૉસ્ટ કરી છે, જે ખુબ વાયરલ થઇ રહી છે. તેને આ ઇમૉશનલ પૉસ્ટમાં કેટલાક ફોટોઝ શેર કર્યા છે, જે ફેન્સ પર અસર ઉભી કરી રહ્યાં છે

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
ટીમ ઈન્ડિયાની 'ભગવા' જર્સી પર ભડક્યો પૂર્વ કેપ્ટન, બોલ્યો- 'આ શરમજનક...'
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
Vaibhav Sooryavanshi: કયા બોલરથી ડર લાગે છે? વૈભવ સૂર્યવંશીએ આપ્યો બેબાક જવાબ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
ભારતના દિગ્ગજ ક્રિકેટરે અચાનક લીધી નિવૃત્તિ, IPLમાં પણ નહીં રમે; લખી ઈમોશનલ પોસ્ટ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ
Commonwealth Games 2026: દિલીપ ગાવિતે જીત્યો ગોલ્ડ, શ્રીશંકરે લાંબીકૂદમાં જીત્યો સિલ્વર મેડલ

વિડિઓઝ

ભાવનગરમાં બેફામ દોડતા ડમ્પરનો કહેર, એક્ટિવા પર જતા દંપતિને મારી ટક્કર
માળીયા હાટીનામાં દીપડાનો આતંક, તાલુકા પંચાયત નજીક યુવાન પર હુમલો
છોટાઉદેપુરમાં દીપડાના હુમલામાં બાળકીનું મોત, ઘરઆંગણે રમતી બાળકી પર કર્યો હતો હુમલો
Examination Amendment Bill : પરીક્ષા સંશોધન બિલ લોકસભામાં પાસ
Hun To Bolish : હું તો બોલીશ : પતિ રાજ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
અંબાલાલ પટેલની મોટી આગાહી: 48 કલાક અતિભારે વરસાદની શક્યતા, સિસ્ટમ મજબૂત થશે તો 20 ઈંચ ખાબકશે
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: રાજ્યમાં 3 દિવસ આભ ફાટવાની આશંકા, 7 જિલ્લાઓમાં રેડ એલર્ટ, જાણો ક્યાં તૂટી પડશે 
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
Gujarat Rain: કાલે ભારેથી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ સહિત 4 જિલ્લાની શાળાઓમાં રજા જાહેર
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
રાજ્યસભામાં પાસ થયાના એક દિવસ બાદ લોકસભામાં પણ વંદે માતરમ્ બિલ પાસ
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં મેઘતાંડવનું હાઈ એલર્ટ: 8 જિલ્લામાં રેડ એલર્ટ, અમદાવાદ-વડોદરા શાળા-કોલેજોમાં રજા જાહેર
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
ગુજરાતમાં આગામી 6 દિવસ મેઘતાંડવની આગાહી: એકસાથે 4 સિસ્ટમ સક્રિય, 8 જિલ્લામાં રેડ એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Weather Forecast: રાજ્યમાં ભારે વરસાદનો બીજો રાઉન્ડ થશે શરૂ, આ તારીખથી વરસાદનું એલર્ટ
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Gujarat Rain: ભારે વરસાદની આગાહીને લઈ સરકાર એક્શનમાં, જોખમી હોર્ડિંગ્સ, નમેલા વૃક્ષો-વીજ પોલ હટાવવા સૂચના
Embed widget