શોધખોળ કરો
ભારતનો આ મહાન ક્રિકેટર બની શકે છે BCCIનો પ્રમુખ, નવા બંધારણને મંજૂરી મળતાં થયો માર્ગ મોકળો
1/4

સૌરવનું નામ આ લિસ્ટમાં મોખરે છે. સૌરવ હાલમાં બંગાળ ક્રિકેટ એસોશિયેશનમાં પ્રમુખ છે. આ ઉપરાંત BCCIની ટેક્નીકલ કમિટિ અને આઇપીએલ ગવર્નલ કાઉન્સિલના પણ સભ્ય છે. 46 વર્ષીય સૌરવ ગાંગુલી છેલ્લા ચાર વર્ષથી વહીવટી તંત્રમાં છે. જો કે બોર્ડના પ્રમુખ બનવા તેણે બંગાળ ક્રિકેટ એસોશિયેશનમાંથી રાજીનામું આપવું પડશે.
2/4

સુપ્રિમ કોર્ટના જજ આરએમ લોઢા દ્વારા બીસીસીઆઇના નવા બંધારણને મંજૂરી અપાતાં સૌરવનો માર્ગ મોકળો બન્યો છે. પાછલા થોડા સમયથી ક્રિકેટ બોર્ડના પ્રમુખને મુદ્દે વિવાદ ચાલી રહ્યા છે. સુપ્રીમ કોર્ટનું માનવું છે કે, ભારતીય ક્રિકેટ બોર્ડને એવા પ્રમુખની જરૂર છે કે જે બોર્ડની પ્રતિષ્ઠામાં વધારો કરી શકે અને મેનેજમેન્ટ કરી શકે.
Published at : 17 Aug 2018 11:28 AM (IST)
View More





















