ક્રિકેટ ઓસ્ટ્રેલિયા આ ગુજરાતી પર ફિદા, 2021ની બેસ્ટ ટેસ્ટ ઇલેવનમાં આપ્યુ ઓલરાઉન્ડરનુ સ્થાન, જાણો વિગતે
ઓસ્ટ્રેલિયાની 2021ની બેસ્ટ ટેસ્ટ ઇલેવનમાં ઓપનિંગની જવાબદારી ભારતીયને સોંપવામાં આવી છે, આ છે રોહિત શર્મા, રોહિત શર્માની સાથે શ્રીલંકાના દિમુથ કરુણારત્નેને રાખવામાં આવ્યો છે.
Cricket Australia Announced Best Test 11 of 2021: વર્ષ 2021 પુરુ થઇ ગયુ છે. આ દરમિયાન ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ શુક્રવારે 2021ની બેસ્ટ ટેસ્ટ પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી છે. આમાં ચાર ભારતીયોને સ્થાન આપ્યુ છે. ખાસ વાત છે કે આ લિસ્ટમાં એક યુવા ગુજરાતી પણ સ્થાન મેળવવામાં સફળ રહ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ જે ટીમ પસંદ કરી છે તેમાં ચાર ભારતીયો એટલે કે રોહિત શર્મા, આર અશ્વિન, અક્ષર પટેલ અને ઋષભ પંતને સમાવવામાં આવ્યા છે.
ઓસ્ટ્રેલિયાની 2021ની બેસ્ટ ટેસ્ટ ઇલેવનમાં ઓપનિંગની જવાબદારી ભારતીયને સોંપવામાં આવી છે, આ છે રોહિત શર્મા, રોહિત શર્માની સાથે શ્રીલંકાના દિમુથ કરુણારત્નેને રાખવામાં આવ્યો છે. બન્ને બેટ્સમેનોએ અત્યાર સુધી ટેસ્ટમાં ધમાકેદાર ઓપનિંગ કરી બતાવી છે. ખાસ વાત છે કે, ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ ટીમની કમાન દિમુથ કરુણારત્નેના હાથમાં સોંપી છે. વળી, ભારતના ઋષભ પંત વિકેટકીપર અને રવિચંદ્રન અશ્વિનને સ્ટાર સ્પીનર તરીકે સામેલ કરવામાં આવ્યો છે. આ બન્નેને વિશ્વાસપાત્ર ખેલાડી ગણાવવામાં આવ્યા છે.
જોકે, ખાસ વાત છે કે, ભારતીય ટીમમાં તાજેતરમાં જ સામેલ થયેલો અને ગુજરાતની ટીમમાં તરખાટ મચાવનારો અક્ષર આ ટીમમા સામેલ છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુજરાતી ઓલરાઉન્ડર બેટિંગ અને બૉલિંગ બન્નેમાં દમ બતાવનારા અક્ષર પટેલને ઓલરાઉન્ડર તરીકે ટીમમાં સામેલ કર્યો છે. અક્ષર પટેલે આ વર્ષે ઇંગ્લેન્ડ વિરુદ્ધ ઘરેલુ ટેસ્ટ ક્રિકેટ સીરીઝમાં ડેબ્યૂ કર્યુ હતુ, અને તરખાટ મચાવતા ત્રણ ટેસ્ટમાં સર્વાધિક 27 વિકેટો ઝડપી હતી.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાની 2021ની બેસ્ટ ટેસ્ટ પ્લેઇંગ ઇલેવન--
રોહિત શર્મા
દિમુથ કરુણારત્ને (કેપ્ટન)
માર્નસ લાબુશાને
જૉ રૂટ
ફવાદ આલમ
ઋષભ પંત (વિકેટકીપર)
રવિચંદ્રન અશ્વિન
કાઇલી જેમીસીન
અક્ષર પટેલ
હસન અલી
શાહીન શાહ આફ્રિદી
આ પણ વાંચો.........
SBI Recruitment: એસબીઆઈમાં અનેક જગ્યાઓ માટે ભરતી બહાર પડી, આ તક ચૂકશો નહીં, આજે જ કરો અરજી
વિરાટ કોહલી પત્રકાર પરિષદમાં કેમ નથી આવતો, રાહુલ દ્રવિડે આપ્યો આ જવાબ