હરભજને આગળ કહ્યું કે, ‘વિરાટ એક એવો પ્લેયર છે જે કોઈપણ પરિસ્થિતિઓમાં સર્વશ્રેષ્ઠ રમત રમવાની ક્ષમતા ધરાવે છે. આ વખતે ઈંગ્લેન્ડમાં તેનું પ્રદર્શન સુધરશે અને કાઉન્ટી ન રમવાથી તેના પ્રદર્શન પર કોઈ ફર્ક નહીં પડે.’
2/4
ભજ્જીનું કહેવું છે કે, ‘IPLમાં ભાગ લેનારા તમામ ખેલાડીઓ ટૂર્નામેન્ટ પૂરી થયા બાદ ઓછામાં ઓછો 15 દિવસનો આરામ તો ઈચ્છે જ છે. મારું માનવું છે કે, કોહલી ઈંગ્લિશ કાઉન્ટીમાં નથી રમી રહ્યો તે ઘણી સારી વાત છે.’
3/4
હરભજને કહ્યું કે, આ સારી વાત છે કે તે કાઉન્ટી ક્રિકેટ નહીં રમે કારણ કે તેને આરામની જરૂરત છે. આઈપીએલ વ્યસ્ત ટૂર્નામેન્ટ છે અને એટલું સરળ નથી.
4/4
નવી દિલ્હીઃ એટીમ ઈન્ડિયાનો ક્રિકેટર હરભજન સિંહ કોહલીને થયેલી ગરદનની ઈજાથી ખુશ છે. તેણે કહ્યું કે, આ ઈજા વિરાટ માટે વરદાનરૂપ છે. હરભજને કહ્યું, આ ઈજાને કારણે કોહલીને અત્યંત વ્યસ્ત સત્ર બાદ આરામ મળી જશે અને ઈંગ્લેન્ડ પ્રવાસ સુધીમાં સંપૂર્ણ રીતે સાજો અને ફિટ થઈ જશે.