શોએબ અખ્તરના માતાનું નિધન, હરભજન સિંહે ટ્વિટ કરીને આપી સાત્વના, લખ્યું, ‘મજબૂત બનજે મારા ભાઇ’
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનના માતાનું નિધન થયુ છે. તેમણે ટ્વિટર કરીને આ દુ:ખદ સમાચાર આપ્યાં છે.
![શોએબ અખ્તરના માતાનું નિધન, હરભજન સિંહે ટ્વિટ કરીને આપી સાત્વના, લખ્યું, ‘મજબૂત બનજે મારા ભાઇ’ Cricket shoaib Akhtar mother passes away harbhajan singh condoles શોએબ અખ્તરના માતાનું નિધન, હરભજન સિંહે ટ્વિટ કરીને આપી સાત્વના, લખ્યું, ‘મજબૂત બનજે મારા ભાઇ’](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/12/26/5099079c468143edb5093cd74e9e3113_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરનના માતાનું નિધન થયુ છે. તેમણે ટ્વિટર કરીને આ દુખદ સમાચાર આપ્યાં છે. વિશ્વના સૌથી ઝડપી બોલર તરીકે જાણીતા શોએબ અખ્તરની માતાનું નિધન થયું છે. તેમની માતા હમીદા અવાનની નિધનના સામાચાર તેમણે ટવિટ કરીને આપ્યાં છે.
પાકિસ્તાનના પૂર્વ દિગ્ગજ ફાસ્ટ બોલર શોએબ અખ્તરની માતાનું નિધન થયું છે. શોએબે ટ્વીટ કરીને આ જાણકારી આપી હતી. તેણે લખ્યું કે, “મારી મા મારું સર્વસ્વ છે, તે અમને છોડીને સ્વર્ગમાં ચાલી ગઈ. તે અલ્લાહ તઆલાની મરજી છે. શોએબ અખ્તરની માતા વિશે જાણ્યા પછી, ભૂતપૂર્વ ભારતીય બોલર હરભજન સિંહે પણ તેમને સાંત્વતા પાઠવી છે. હરભજનસિંહે ટ્વિટ કરીને લખ્યું કે, આ મુશ્કેલ સમયમાં મારી સંવેદના તારી સાથે છે. . મારા ભાઈ મજબૂત બનજે, વાહેગુરુ મહેર કરે”.
શોએબના માતા હમીદા અવાન છેલ્લા કેટલાક દિવસોથી બીમાર હતા. હાલમાં જ તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. હોસ્પિટલમાં જ તેની માતાએ અંતિમ શ્વાસ લીધા હતા. શોએબે જણાવ્યું કે, માતાના આત્માની શાંતિ માટે નમાઝ-એ-જનાઝા H-8 માં નમાજ પછી પઢવામાં આવશે.
આજથી આફ્રિકા સામેની પહેલી ટેસ્ટ
ઈન્ડિયા અને દ.આફ્રિકા વચ્ચે આજે રવિવારથી પહેલી ટેસ્ટ મેચ શરૂ થવાની છે. સેન્ચુરિયન સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં રમાનારી આ ટેસ્ટ મેચનાં વરસાદનું વિઘ્ન નડવાની શક્યતા છે. જો કે ત્રીજા દિવસથી ટેસ્ટ મેચ રમાશે તેથી પિચ બોલરોને મદદ કરશે. તેના કારણે બંને ટીમની આકરી કસોટી થશે. આ કારણે ભારત કેવી ટીમ પસંદ કરશે તેના પર સૌની નજર છે. ખાસ કરીને બેટિંગમાં ભારત કોને તક આપે છે તે જોવાનું રહે છે.
આ ટેસ્ટ માટે પહેલાં જ મળી શકે છે. રોહિત ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. રોહિત શર્માની ગેરહાજરીમાં કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલની જોડી ઇનિંગ્સની શરૂઆત કરી શકે છે. રોહિતની ગેરહાજરીમાં ટીમને સારી શરૂઆત કરાવવાની જવાબદારી મયંક અને રાહુલના ખભા પર રહેશે. છેલ્લા થોડાક સમયથી કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલે તેમના પ્રદર્શનથી બધાને પ્રભાવિત કર્યા છે. સેન્ચુરિયન પાર્કમાં પણ ટીમ ઈન્ડિયાને આ જોડી પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રાખવામાં આવશે.
કે.એલ. રાહુલ અને મયંક અગ્રવાલની ઓપનિંગ જોડી બાદ ચેતેશ્વર પૂજારા નંબર-3 પર રમશે. ટેસ્ટ મેચોમાં પુજારા ભારતીય ટીમના સૌથી અનુભવી ખેલાડીઓમાંથી એક છે. રોહિતની ગેરહાજરીને કારણે પૂજારા પર પ્રથમ મેચમાં સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે.
ટ્રેન્ડિંગ સમાચાર
ટોપ સ્ટોરી
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)