શોધખોળ કરો
Advertisement
2007માં આજના દિવસે સચિને વન ડેમાં રચ્યો હતો ઈતિહાસ, 13 વર્ષથી નથી તોડી શક્યું કોઈ આ વર્લ્ડ રેકોર્ડ
29 જૂન, 2007માં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વન ડે મેચમાં સચિન તેંડુલકરે 93 રન બનાવાની સાથે જ વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો.
નવી દિલ્હીઃ ક્રિકેટના ભગવાન ગણાતા ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકરે 2007માં આજના દિવસે વન ડે ક્રિકેટમાં ઈતિહાસ રચ્ચો હતો. છેલ્લા 13 વર્ષથી વિશ્વનો કોઈપણ બેટ્સમેન તેને તોડી શક્યો નથી.
29 જૂન, 2007માં દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી વન ડે મેચમાં સચિન તેંડુલકરે 93 રન બનાવાની સાથે જ વન ડે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઈતિહાસ રચ્યો હતો. તે વન ડેમાં 15 હજાર રન બનાવનારો વિશ્વનો પ્રથમ અને એકમાત્ર બેટ્સમેન બન્યો હતો. સચિનનો આ વર્લ્ડ રેકોર્ડ આજ દિવસ સુધી વિશ્વનો કોઈ બેટ્સમેન તોડી શક્યો નથી.
શ્રીલંકાનો વિકેટકિપર બેટ્સમેન કુમાર સંગાકારાએ 14,234 વન ડે ઈન્ટરનેશનલ રન સાથે ક્રિકેટને અલવિદા કહ્યું હતું. એક સમયે તે સચિનનો રેકોર્ડ તોડે તેમ લાગતું હતું. સચિનના નામે વન ડે ઈન્ટરનેશનલમાં સૌથી વધારે 18,426 રન બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ છે.
સચિનના નામે વન ડે ક્રિકેટમાં પ્રથમ બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ પણ છે. 24 ફેબ્રુઆરી 2010ના રોજ સચિને વન ડે ઈન્ટરનેશનલ ક્રિકેટની પ્રથમ બેવડી સદી ફટકારી હતી. તેણે ટેસ્ટમાં 51 અને વન ડેમાં 49 મળી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 100 સદી ફટકારી છે. જે એક વર્લ્ડ રેકોર્ડ છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
અમદાવાદ
દેશ
બિઝનેસ
Advertisement