શોધખોળ કરો

IND vs ENG: ઇંગ્લેન્ડની હારના 3 સૌથી મોટા કારણો, કેપ્ટન બેન સ્ટોક્સના આ નિર્ણયે આખી બાજી બગાડી

બર્મિંગહામ ટેસ્ટમાં ભારતે ઇંગ્લેન્ડને 336 રનથી હરાવ્યું; એજબેસ્ટન પર ભારત સામે ઇંગ્લેન્ડની આ પ્રથમ ટેસ્ટ હાર.

England loss Birmingham Test: બર્મિંગહામ ટેસ્ટ મેચમાં ભારતે ઇંગ્લેન્ડને 336 રનના વિશાળ માર્જિનથી હરાવીને ઇતિહાસ રચ્યો છે. ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું છે જ્યારે ઇંગ્લેન્ડ એજબેસ્ટન મેદાન પર ભારત સામે હાર્યું હોય. ચોથી ઇનિંગમાં 608 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરતી વખતે, ઇંગ્લેન્ડની આખી ટીમ ફક્ત 271 રનમાં સમેટાઈ ગઈ. ઇંગ્લેન્ડની આ કારમી હાર પાછળના ત્રણ સૌથી મોટા કારણો નીચે મુજબ છે:

  1. ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય:

મેચની શરૂઆત પહેલાં જ ઇંગ્લેન્ડની હાર લગભગ નિશ્ચિત મનાઈ રહી હતી, કારણ કે કેપ્ટન બેન સ્ટોક્સ એ એજબેસ્ટન મેદાનની સપાટ પીચ પર પ્રથમ બોલિંગ કરવાનો આશ્ચર્યજનક નિર્ણય લીધો હતો. જોકે, જો હવામાન વરસાદી રહ્યું હોત તો બોલરોને મદદ મળી શકત, પરંતુ સ્ટોક્સે સંપૂર્ણપણે બેટિંગ ફ્રેન્ડલી પીચ પર આ નિર્ણય લીધો. તેમને એ પણ ધ્યાનમાં રાખવું જોઈતું હતું કે એજબેસ્ટનમાં ચોથી ઇનિંગમાં મોટો સ્કોર ચેઝ કરવો હંમેશા મુશ્કેલ રહ્યો છે. ભારતીય ટીમે પહેલા બેટિંગ કરવાના આમંત્રણનો પૂરેપૂરો ફાયદો ઉઠાવ્યો અને મોટો સ્કોર ખડક્યો.

  1. આકાશદીપને સમજવામાં ઇંગ્લેન્ડની નિષ્ફળતા:

જસપ્રીત બુમરાહને આરામ આપીને તેના સ્થાને આકાશદીપ ને પ્લેઇંગ ઇલેવનમાં લાવવાના નિર્ણયની શરૂઆતમાં ઘણી ટીકા થઈ હતી. પરંતુ, કોણે વિચાર્યું હશે કે આકાશદીપ ઇંગ્લેન્ડ માટે 'સિલેબસની બહારનો પ્રશ્ન' સાબિત થશે! આકાશે પ્રથમ ઇનિંગમાં 4 વિકેટ અને બીજી ઇનિંગમાં 6 વિકેટ ઝડપીને કુલ 10 વિકેટ લીધી. બધાની અપેક્ષાઓથી વિપરીત, આકાશદીપ આ મેચનો સૌથી ઘાતક બોલર સાબિત થયો અને ઇંગ્લેન્ડના બેટ્સમેનો તેની બોલિંગ સામે ટકી શક્યા નહીં.

  1. 'બેઝબોલ'ની રણનીતિ ભારે પડી:

ઇંગ્લેન્ડને ચોથી ઇનિંગમાં 608 રનનો વિશાળ લક્ષ્યાંક મળ્યો હતો. આટલા મોટા લક્ષ્ય સામે બેટ્સમેનોએ ધીરજ અને હિંમતથી રમવું જોઈતું હતું, પરંતુ ઇંગ્લેન્ડના બેટ્સમેનો તેમની આક્રમક 'બેઝબોલ' રણનીતિના ભોગ બન્યા. બેન ડકેટ ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કરતી વખતે જ આઉટ થઈ ગયો. પ્રથમ ઇનિંગમાં સદી ફટકારનાર હેરી બ્રુક પણ ઝડપથી રન બનાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ આકાશદીપ સામે LBW આઉટ થયો. આનું પરિણામ એ આવ્યું કે બીજી ઇનિંગમાં, ઇંગ્લેન્ડની અડધી ટીમ ફક્ત 80 રનના સ્કોર પર જ પેવેલિયન પરત ફરી ગઈ, જેના પછી તે મેચમાં ક્યારેય સ્વસ્થ થઈ શકી નહીં અને અંતે કારમી હારનો સામનો કરવો પડ્યો.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : રાજ્યના જ્વેલર્સ લૂંટાતા બચ્યા
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં પોલીસનું ઢીશૂમ-ઢીશૂમ
Hun To Bolish : હું તો બોલીશ : 2025માં કેમ આક્રોશિત થઈ કુદરત ?
Gujarat Unseasonal Rain : આજે ગુજરાતમાં ક્યાં ક્યાં પડ્યો કમોસમી વરસાદ ?
Gujarat New In-charge DGP Dr KLN Rao : ગુજરાતના નવા ઇન્ચાર્જ DGP બન્યા ડો. કે.એલ. એન. રાવ

ફોટો ગેલેરી

ABP Premium

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
જિલ્લા પંચાયત પ્રમુખોને હવે વાર્ષિક ₹1 કરોડની ગ્રાન્ટ મળશે: CM ભૂપેન્દ્ર પટેલનો ગ્રામીણ વિકાસ માટે નિર્ણય
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
કૃષિ સહાય પેકેજ: કમોસમી વરસાદથી અસરગ્રસ્ત 29.30 લાખ ખેડૂતોને ₹8,516 કરોડથી વધુની સહાય ચૂકવાઈ
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતના નવા ઈન્ચાર્જ DGP તરીકે ડો.કે.એલ.એન. રાવના નામની જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
ગુજરાતમાં 5.50 લાખ નવા આવાસ બનશે, PM આવાસ યોજના હેઠળ સરકારની મોટી જાહેરાત
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
નવા વર્ષે ST બસની મુસાફરી મોંઘી, GSRTC એ ભાડામાં ઝીંક્યો 3% નો વધારો, જાણો ટિકિટના નવા ભાવ
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
New Year 2026: ન્યૂઝીલેન્ડના ઓકલેન્ડમાં નવા વર્ષનો જશ્ન, આતશબાજી દ્વારા ઉજવણી, જુઓ VIDEO
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
ખેડૂતો માટે મોટા સમાચાર: ગુજરાતમાં 9 નવી જિલ્લા સહકારી બેંકોને મંજૂરી, જાણો કયા જિલ્લાને મળશે લાભ ?
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
માવઠાની આગાહી: પાક બચાવવા કૃષિ વિભાગની ગાઇડલાઇન જાહેર, જીતુભાઈ વાઘાણીની ખેડૂતોને ખાસ અપીલ
Embed widget