શોધખોળ કરો

IND vs AUS 3rd ODI: આજની રાજકોટ વનડે વરસાદમાં ધોવાઇ જશે ? સામે આવ્યું હવામાન અપડેટ

સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ ખાતે બુધવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ત્રીજી વનડે મેચ રમાશે, પરંતુ આ દિવસે રાજકોટમાં હવામાનની પેટર્ન કેવી રહેશે ?

IND vs AUS Live Streaming & Weather Forecast: આજે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચોની વનડે સીરીઝની ત્રીજી અને અંતિમ ફાઇનલ વનડે મેચ રમાશે, આજે આ મેચ રાજકોટના સ્ટેડિયમમાં રમાશે. ભારતે સીરીઝની બીજી મેચમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું. આ રીતે ટીમ ઈન્ડિયાએ સીરીઝમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. હવે બંને ટીમો વચ્ચે સીરીઝની ત્રીજી વનડે 27 સપ્ટેમ્બરે એટલે કે આજે રાજકોટમાં રમાશે. રાજકોટ વનડે ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારતીય ટીમ ત્રીજી વનડે જીતીને 3 મેચની સીરીઝમાં કાંગારૂઓનો સફાયો કરવા માંગશે. વળી, ઓસ્ટ્રેલિયન ટીમ તેની પ્રથમ જીતની શોધમાં છે.

આજે રાજકોટમાં વરસાદને લઇને શું છે મોટું અપડેટ ?
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ ખાતે બુધવારે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે સીરીઝની ત્રીજી વનડે મેચ રમાશે, પરંતુ આ દિવસે રાજકોટમાં હવામાનની પેટર્ન કેવી રહેશે ? ખરેખર, બુધવારે રાજકોટમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી સેલ્સિયસ રહેશે. જ્યારે લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી સેલ્સિયસ રહેવાની સંભાવના છે. આ ઉપરાંત આકાશ વાદળછાયું રહેશે. ઝરમર વરસાદની પણ શક્યતાઓ છે. જોકે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, મેચના દિવસે રાજકોટમાં વધુ વરસાદની કોઈ શક્યતા નથી.

લાઇવ બ્રૉડકાસ્ટિંગ અને લાઇવ સ્ટ્રીમિંગ ડિટેલ્સ 
ભારતીય ચાહકો સ્પોર્ટ્સ-18 પર ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વનડે મેચનું જીવંત પ્રસારણ જોઈ શકશે. આ ઉપરાંત Jio સિનેમા પર મેચનું લાઈવ સ્ટ્રીમિંગ થશે. આ રીતે ક્રિકેટ ચાહકો સ્પોર્ટ્સ-18 અને જિઓ સિનેમા પર લાઈવ જોઈ શકશે. વળી, આ મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે.

ભારતીય ટીમે સીરીઝની પ્રથમ વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાને 5 વિકેટે હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની મેચ મોહાલીમાં રમાઈ હતી. વળી, કેએલ રાહુલની આગેવાની હેઠળની ભારતીય ટીમે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 99 રનથી હરાવ્યું. જો કે હવે સીરીઝની ત્રીજી વનડે રાજકોટમાં રમાશે.

બંને ટીમોમાં થઇ શકે છે ફેરફાર

મેચ ભારતીય સમય અનુસાર બપોરે 1.30 વાગ્યે શરૂ થશે. ભારત-ઓસ્ટ્રેલિયા ત્રીજી વન-ડે મેચનું જીવંત પ્રસારણ સ્પોર્ટ્સ-18 પર થશે. આ સિવાય ક્રિકેટ ચાહકો Jio સિનેમા પર લાઈવ સ્ટ્રીમિંગ જોઈ શકે છે.      

ટીમ ઈન્ડિયાની સંભવિત પ્લેઈંગ 11

રોહિત શર્મા (કેપ્ટન), ઈશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ (વિકેટકીપર), સૂર્યકુમાર યાદવ, રવિન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, જસપ્રીત બુમરાહ.

ઓસ્ટ્રેલિયાની સંભવિત પ્લેઇંગ 11

ડેવિડ વોર્નર, સ્ટીવ સ્મિથ, માર્નસ લાબુશેન, એલેક્સ કેરી, ગ્લેન મેક્સવેલ, પેટ કમિન્સ (કેપ્ટન), કેમરૂન ગ્રીન, મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, એડમ ઝમ્પા, સીન એબોટ 

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | કોના દબાણથી આ દબાણ?Hun To Bolish | હું તો બોલીશ | 'ગુંડારાજ'Ahmedabad News | નકલીના ખેલે હદ વટાવી, બાપુની જગ્યાએ અનુપમખેર વાળી ચલણી નોટથી કરી કરોડની છેતરપિંડીGujarat Government | ખેડૂતો માટે રાજ્ય સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
વિશ્વને સતાવી રહ્યો છે ભયાનાક યુદ્ધનો ડર, ઇઝરાયેલ સંકેત આપતાં કહ્યું કે – અમે હજુ બ્રેક લેવાના.....
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Rain Forecast: નવરાત્રીને બે દિવસ બાકી, વરસાદને લઈને અંબાલાલ પટેલે કરી દીધી મોટી આગાહી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
Tripura News: ઘોર કળિયુગ! રાક્ષસ જેવા પુત્રોએ માતાને ઝાડ સાથે બાંધીને જીવતી સળગાવી
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
શેર બજારમાં હાહાકાર, સેન્સેક્સ 1300 અને નિફ્ટી 370 પોઈન્ટ તૂટ્યો, રોકાણકારોને 3700000000000 નું નુકસાન
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
ખેડૂતો માટે ગુજરાત સરકારનો વધુ એક આવકારદાયક નિર્ણય, આ તારીખથી ૯૦ દિવસ સુધી ટેકાના ભાવે ખરીદી થશે
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
અજમેર દરગાહના સરવર ચિશ્તીનું મોટું નિવેદન, 'અસદુદ્દીન ઓવૈસીને મુસ્લિમો પોતાના...'
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
ચિરાગ પાસવાન એનડીએને મોટો ઝટકો આપવાની તૈયારીમાં! નિવેદન આપીને મોટા સંકેત આપ્યા
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
આ ગુજરાતી કંપની 24000થી વધુ લોકોને નોકરી આપશે, 8000 કરોડ રૂપિયાનું કરશે રોકાણ
Embed widget