BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી આ ખેલાડીઓનું પત્તુ કપાયું, આ સ્ટાર ઓલરાઉન્ડર પણ બહાર
BCCIએ વર્ષ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ વર્ષે 34 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું છે. 5 ખેલાડીઓ એવા છે જેમને BCCI તરફથી પહેલીવાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે.

BCCIએ વર્ષ 2024-25 માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. આ વર્ષે 34 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું છે. 5 ખેલાડીઓ એવા છે જેમને BCCI તરફથી પહેલીવાર સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મળ્યો છે. 5 ખેલાડીઓ એવા પણ છે જેમને ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સ્થાન મળ્યું હતું પરંતુ આ વખતે તેઓનું પત્તુ કપાયું છે. કોણ છે તે પાંચ ખેલાડીઓ, ચાલો તમને જણાવીએ.
બીસીસીઆઈએ આ 5 ખેલાડીઓને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બાકાત રાખ્યા છે
1) આર અશ્વિન
ભારતીય ઓફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને ડિસેમ્બર 2024માં ઓસ્ટ્રેલિયા સામે બ્રિસ્બેનના ગાબા ખાતે રમાયેલી ત્રીજી ટેસ્ટ બાદ નિવૃત્તિની જાહેરાત કરી હતી. તે હવે ભારત માટે કોઈપણ ફોર્મેટમાં નથી રમી રહ્યો, જેના કારણે તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી.
2) શાર્દુલ ઠાકુર
સ્ટાર ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુરે છેલ્લે ડિસેમ્બર 2023માં ભારત માટે મેચ રમી હતી, ત્યારથી તે ટીમ ઈન્ડિયાની બહાર છે. ઈજાના કારણે તે ભારતીય ટીમની બહાર હતો. આ કારણોસર, તેને 2024-25 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની સૂચિમાં સામેલ કરવામાં આવ્યો નથી. શાર્દુલ હાલમાં IPL 2025માં લખનૌ સુપર જાયન્ટ્સ તરફથી રમી રહ્યો છે.
3) અવેશ ખાન
અવેશ ખાન છેલ્લે નવેમ્બર 2024માં દક્ષિણ આફ્રિકા સામેની શ્રેણી દરમિયાન ભારત તરફથી રમ્યો હતો અને IPLની વર્તમાન સિઝનમાં લખનૌ માટે પણ સારું પ્રદર્શન કરી રહ્યો છે. અવશે 2022માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું અને અત્યાર સુધીમાં તે ભારત માટે 8 ODI અને 25 T20I રમી ચૂક્યો છે. ફાસ્ટ બોલરને 2024-25 સીઝન માટે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ કરવામાં આવ્યો નથી.
4) જીતેશ શર્મા
જીતેશ શર્માએ 2024માં ભારત માટે ડેબ્યૂ કર્યું હતું. તેણે ભારત માટે નવ T20 મેચ રમી છે. આ દરમિયાન તે સારું પ્રદર્શન કરી શક્યો નહોતો. એવું માનવામાં આવતું હતું કે તેને ટી-20 વર્લ્ડ કપ 2024 માટે ભારતીય ટીમમાં સ્થાન મળશે પરંતુ એવું થયું નહીં. આવી સ્થિતિમાં, આ સૂચિમાંથી તેનું બાકાત લગભગ નિશ્ચિત હતું અને અંતે તે જ થયું.
5) કે.એસ.ભરત
અન્ય એક ખેલાડી કે જેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રાખવાની અપેક્ષા હતી તે કેએસ ભરત હતો. નિષ્ણાત વિકેટકીપર બેટ્સમેન તરીકે તે લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયાનો ભાગ હતો, પરંતુ ત્યાં તેનું પ્રદર્શન અપેક્ષા મુજબનું નહોતું. આ કારણોસર તેને સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર કરી દેવામાં આવ્યો છે.




















