શોધખોળ કરો
Advertisement
ક્રિકેટ જગત માટે માઠા સમાચાર, અફઘાનિસ્તાનનો સ્ટાર ઓપનરનુ 29 વર્ષની ઉંમરે નિધન
29 વર્ષીય અફઘાની ક્રિકેટર નઝીબ તારકાઇને શુક્રવારે રૉડ એક્સિડેન્ટમાં ગંભીર ઇજા પહોંચી હતી, દૂર્ઘટનામાં ઘાયલ થયા બાદ તે કોમામાં જતો રહ્યો હતો, તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી
નવી દિલ્હીઃ ક્રિકેટ જગત માટે એક માઠા સમાચાર સામે આવ્યા છે, અફઘાનિસ્તાનના ઓપનર બેટ્સમેન નઝીબ તારકાઇનુ નિધન થઇ ગયુ છે. 29 વર્ષીય અફઘાની ક્રિકેટર નઝીબ તારકાઇને શુક્રવારે રૉડ એક્સિડેન્ટમાં ગંભીર ઇજા પહોંચી હતી, દૂર્ઘટનામાં ઘાયલ થયા બાદ તે કોમામાં જતો રહ્યો હતો, તેને માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી.
શુક્રવારે નઝીબ તારકાઇ પૂર્વી નનગારહરમાં કિરાના સ્ટૉર પરથી નીકળીને રસ્તો પાર કરી રહ્યો હતો, ત્યારે ત્યાંથી પસાર થઇ રહેલી એક કારે તેને ટક્કર મારી દીધી હતી. ત્યારબાદ તેને તરત જ હૉસ્પીટલ લઇ જવામાં આવ્યો હતો. બાદમાં તેનુ મૃત્યુ થઇ ગયુ હતુ. નઝીબ તારકાઇે અફઘાનિસ્તાન તરફથી એક વનડે મેચ અને 12 ટી20 ઇન્ટરનેશનલ મેચ રમી છે. ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં તેનુ પ્રદર્શન શાનદાર રહ્યું, તેને 24 મેચમાં 2030 રન બનાવ્યા છે જેમાં 6 સદી અને 10 ફિફ્ટી સામેલ છે, નઝીબ તારકાઇની એવરેજ 47થી ઉપરની રહી છે.
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે આ દૂર્ઘટનાને પર દુઃખ વ્યક્ત કર્યુ છે, સોશ્યલ મીડિયા પર લખ્યું- એસીબી અને ક્રિકેટ પ્રેમી દેશ અફઘાનિસ્તાને પોતાના આક્રમક ઓપનર બેટ્સમેન અને બહુજ ઉમદા શખ્સ નઝીબ તારકાઇ (29)ને ખોઇ દીધો છે. એક દુઃખદ ટ્રાફિક દૂર્ઘટનામાં તેમનુ મૃત્યુ થઇ ગયુ છે. આપણે બધા સ્તબ્ધ છીએ. અલ્લાહ તેના પર પોતાની રહમત વરસાવે.
કેલક્યુલેટ હોમ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ પર્સનલ લોન ઈએમઆઈ
કેલક્યુલેટ કાર લોન ઈએમઆઈ
કેલક્યુલેટ એજ્યુકેશન લોન ઈએમઆઈ
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
ગુજરાત
ગુજરાત
શિક્ષણ
ગુજરાત
Advertisement