શોધખોળ કરો

ધોની અને રૈનાએ સન્યાસ લીધા બાદ સૌથી પહેલા એકબીજાને શું કર્યુ? CSKએ પૉસ્ટ કર્યા શાનદાર વીડિયો

ધોનીના સન્યાસની ગણતરીની મિનીટોમાં જ સાથી ખેલાડી-મિત્ર અને ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ પણ ક્રિકેટને અલવિદા કહી દીધુ. હાલ બન્ને ચેન્નાઇમાં છે, અને ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાઇ ચૂક્યા છે

નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન અને સ્ટાર ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટે પોતાની 16 વર્ષની આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કેરિયરને વિરામ આપી દીધો. 39 વર્ષીય ધોની હવે માત્ર આઇપીએલમાં જ રમતો દેખાશે. ધોનીના સન્યાસની ગણતરીની મિનીટોમાં જ સાથી ખેલાડી-મિત્ર અને ટીમ ઇન્ડિયાના સ્ટાર બેટ્સમેન સુરેશ રૈનાએ પણ ક્રિકેટને અલવિદા કહી દીધુ. ધોની અને રૈનાએ એક સાથે ક્રિકેટમાંથી સન્યાસની જાહેરાત કરી, હાલ બન્ને ચેન્નાઇમાં છે, અને ચેન્નાઇ સુપર કિંગ્સ સાથે જોડાઇ ચૂક્યા છે. પરંતુ ખાસ વાત છે કે બન્ને સન્યાસની જાહેરાત કર્યા બાદ એકબીજાના ગળે મળ્યા હતા. સીએસકેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે, જેમાં ધોની અને રૈના એકબીજાને ગળે મળતા દેખાઇ રહ્યાં છે. ધોની અને રૈનાના સન્યાસની જાહેરાત બાદનો આ પહેલો વીડિયો છે, જે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. રૈના 14 ઓગસ્ટે જ આઇપીએલ ટ્રેનિંગ કેમ્પમાં ભાગ લેવા માટે ચેન્નાઇ પહોંચ્યો હતો અને બન્નેએ 15 ઓગસ્ટે સન્યાસની જાહેરાત કરી દીધી હતી. વીડિયોમાં ધોની અને રૈનાની સાથે સીએસકેના અન્ય ખેલાડીઓ પણ દેખાઇ રહ્યાં છે.
કેપ્ટન કૂલ ધોનીની ક્રિકેટ કેરિયર.... દુનિયા સૌથી સફળ કેપ્ટન પૈકી એક ધોનીએ 500થી વધુ ઈન્ટરનેશનલ મેચ રમી છે, ધોની ભારતને ન માત્ર ટી20 વર્લ્ડકપ, પણ 28 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન પણ બનાવ્યું, સાથે ટેસ્ટ ક્રિકેટમાં પણ ટીમ ઈન્ડિયાને પહેલીવાર નંબર 1 બનાવવાનો શ્રેય પણ ધોનીને જાય છે. ધોનીએ 90 ટેસ્ટની 144 ઈનિંગમાં 16 વખત નોટ આઉટ રહીને 4876 રન બનાવ્યા છે. ટેસ્ટ ક્રિકેટમાં 6 સદી અને 33 અડધી સદી ફટકારી છે. ટેસ્ટમાં તેનો સર્વોચ્ચ સ્કોર 224 રન છે. તેણે 350 વન ડેમાં 84 વખત અણનમ રહીને 10,773 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 10 સદી અને 73 અડધી સદી ફટકારી છે અને સર્વોચ્ચ સ્કોર 183 રન નોટઆઉટ છે. ભારતને 2007નો ટી-20 વર્લ્ડકર જીતાડનારા કેપ્ટન ધોનીએ 98 ટી-20 મેચમાં 42 વખત નોટ આઉટ રહીને 1617 રન બનાવ્યા છે. ટી-20માં તેનો સર્વોચ્ચ સ્કોર 56 રન છે. ધોની અને રૈનાએ સન્યાસ લીધા બાદ સૌથી પહેલા એકબીજાને શું કર્યુ? CSKએ પૉસ્ટ કર્યા શાનદાર વીડિયો રૈનાની ક્રિકેટ કેરિયર.... 33 વર્ષીય સુરેશ રૈનાએ પણ 15મી ઓગસ્ટ 2020ના દિવસે ક્રિકેટને અલવિદા કહી દીધુ છે. રૈનાએ 2005માં 30 જુલાઈના રોજ શ્રીલંકા સામે વન ડે ડેબ્યૂ કર્યું હતું. 17 જુલાઈ, 2018ના રોજ ઈંગ્લેન્ડ સામે અંતિમ વન ડે રમ્યો હતો. શ્રીલંકા સામે 26 જુલાઈ, 2010ના રોજ ટેસ્ટ ડેબ્યૂ કર્યું હતું. 1 ડિસેમ્બર, 2006ના રોજ સાઉથ આફ્રિકા સામે ટી-20 ડેબ્યૂ કર્યું હતું. રૈનાએ 18 ટેસ્ટમાં 1 સદી અને 7અડધી સદી વડે 768 રન બનાવ્યા છે. જેમાં તેનો સર્વોચ્ચ સ્કોર 120 રન છે. 226 વન ડેમાં રૈનાએ 35 વખત નોટ આઉટ રહીને 5615 રન બનાવ્યા છે. વન ડેમાં તેણે 5 સદી અને 36 અડધી સદી લગાવી છે અને 116 નોટ આઉટ શ્રેષ્ઠ સ્કોર છે. ડાબોડી બેટ્સમેન સુરેશ રૈનાએ 78 ટી-20માં એક સદી અને 5 અડધી સદીની મદદથી 1605 રન બનાવ્યા છે. ધોની અને રૈનાએ સન્યાસ લીધા બાદ સૌથી પહેલા એકબીજાને શું કર્યુ? CSKએ પૉસ્ટ કર્યા શાનદાર વીડિયો ધોની અને રૈનાએ સન્યાસ લીધા બાદ સૌથી પહેલા એકબીજાને શું કર્યુ? CSKએ પૉસ્ટ કર્યા શાનદાર વીડિયો
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
Advertisement
ABP Premium

વિડિઓઝ

Justin Trudeau Resigns : જસ્ટિન ટ્રૂડોએ કેનેડાના PM પદેથી આપી દીધું રાજીનામું, પાર્ટી પણ છોડી દીધીNepal Earthquake : ઉત્તર ભારત સહિત નેપાળમાં ભૂકંપના આચંકા , નેપાળમાં 9 લોકોના મોતHun To Bolish : હું તો બોલીશ : પટ્ટાવાળી?Hun To Bolish : હું તો બોલીશ : અનામત આંદોલન..કોનો નફો, કોને નુકસાન?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની  આજે થશે જાહેરાત
Delhi Assembly Election 2025 Dates: દિલ્લી વિધાનસભાની ચૂંટણીની તારીખની આજે થશે જાહેરાત
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
HMPV વાયરસને લઈને આરોગ્ય વિભાગ સતર્ક, અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં તૈયાર કરાયો ખાસ વોર્ડ
Nepal Earthquake: નેપાળમાં 6.9 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
Nepal Earthquake: નેપાળમાં 7.1 તીવ્રતાનો ભૂકંપ, દિલ્લી સહિત બિહાર સુધી અનુભવાયો આંચકો
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
HMPV Virus: ભારતમાં ફેલાઇ રહ્યો છે ચીનનો ખતરનાક HMPV, હવે નાગપુરમાં મળ્યા બે કેસ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
BSNLના આ ગ્રાહકો મફતમાં જોઇ શકશે લાઇવ ટીવી અને OTT પ્લેટફોર્મ્સ
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
ICC Test Ranking: ઓસ્ટ્રેલિયા સામે હારથી ભારતને મળી 'સજા', ICC રેન્કિંગમાં બીજા સ્થાનથી સરકીને ત્રીજા સ્થાને પહોંચી
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
અટકી ગઇ છે પીએમ સૂર્યઘર મફત વિજળી યોજનાની સબસિડી? જાણો ક્યાં કરી શકશો ફરિયાદ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
HMPV Virus: આ ઉંમરના બાળકોને છે વધુ ખતરો, નથી કોઇ દવા કે વેક્સિન, જાણો એક્સપર્ટની ટિપ્સ?
Embed widget