શોધખોળ કરો
Advertisement
પંત કહ્યું, 'રોજ વિચારતો હતો ભારત માટે જીતવું છે. આજે એ દિવસ આવી ગયો'
બ્રિસ્બેનના ગોબા મેદાનમાં પર અણનમ 89 રનની પારી રમીને ઐતિહાસિક જીત અપાવનાર ઋષભ પંતે કહ્યું, કે, “આ મારી જિંદગીની સૌથી મહત્વપૂર્ણ પળ છે”
Ind vs Aus:બ્રિસ્બેનના ગોબા મેદાનમાં પર અણનમ 89 રનની પારી રમીને ભારતને ઐતિહાસિક જીત અપાવનાર ઋષભ પંતે જણાવ્યું કે, આજે મારી જિંદગીનો સોથી મોટો દિવસ છે. ઓસ્ટ્રેલિયાએ ભારતની સામે 328 રનનું લક્ષ્ય રાખ્યું હતું. ટીમે મેચના અંતિમ દિવસે મંગળવારે 7 વિકેટ ગુમાવીને જીત હાસિલ કરી. પંત તેમના શાનદાર મેચ પ્રદર્શન માટે મેન ઓફ ધ મેચ થયા છે .
પંતે જીતની ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, “ આ મારા જીવનની આ સૌથી મોટી પળ છે. હું એ વાતથી ખુશ છું કે, જ્યારે હું સારૂ પ્રદર્શન ન હતો કરતો ત્યારે ટીમે મને સપોર્ટ કર્યો અને હંમેશા સાથ આપ્યો. આ સીરિઝ મારા માટે સપના જેવી છે”
23 વર્ષિય પંતે જણાવ્યું કે, ટીમ મેનેજમેન્ટે મને હંમેશા સાથ આપ્યો છે અને હંમેશા કહ્યું કે, “આપ મેચ વિજેતા ખેલાડી છો. આપને દેશ માચે માટે મેચ જીતવાનો છે. હું દરરોજ વિચારતો હતો કે, હુ કયારે ભારત માટે મેચ જીતીશ. આજે એ દિવસ આવી ગયો”.The winning moment ????#AUSvIND | #WTC21 pic.twitter.com/skaJTXB055
— ICC (@ICC) January 19, 2021
ભારતે આ જીત સાથે ચાર ટેસ્ટ મેચની સીરિઝ 2-1થી પોતાને નામ કરતા, બોર્ડર ગાવસ્કર ટ્રોફી પોતાની પાસે જ રાખી છે. ટીમ ઇન્ડિયાએ ઓસ્ટ્રેલિયામાં ઇતિહાસ રચી દીધો.એ પણ એવા સમયે જ્યારે ફિટનેસ એક મહત્વનો મુદ્દો હતો. સીરિઝમાં ઇજાગ્રસ્ત ખેલાડીઓની યાદી લાંબી થઇ રહી હતી. જો કે આવા સમયે ભારતીય ખેલાડીઓએ સંકલ્પપૂર્ણ પ્રદર્શને ઓસ્ટ્રેલિયામાં એવી જીત અપાવી કે, જેને વર્ષો સુધી યાદ રખાશે.Rishabh Pant in this series:
????274 runs ????68.5 average ????69.8 strike-rate ????2 half-centuries India's match-winner ????#AUSvIND pic.twitter.com/WgGwuytEnp — ICC (@ICC) January 19, 2021
19 Dec 2020: India all out for 36 19 Jan 2021: India breach The Gabba fortress#AUSvIND pic.twitter.com/P0sh5zsmtJ
— ICC (@ICC) January 19, 2021
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion