IND vs NZ: એઝાઝ પટેલે એક જ ઇનિંગમાં ઝડપી 10 વિકેટ, આવી સિદ્ધિ હાંસલ કરનાર ત્રીજો બોલર બન્યો
મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા
મુંબઇઃ મુંબઈમાં રમાઈ રહેલી ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે બીજી ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા 325 રનમાં ઓલઆઉટ થઈ છે. ભારત તરફથી મયંક અગ્રવાલે 150 રન બનાવ્યા હતા. એઝાઝ પટેલે ભારતની તમામ 10 વિકેટ લઈને ઈતિહાસ રચ્યો હતો.એઝાઝ પટેલે આ સાથે ટેસ્ટમાં ભારત સામે બેસ્ટ બોલિંગનો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે 119 રનમાં 10 વિકેટ લીધી હતી. જ્યારે 1971માં પોર્ટ ઓફ સ્પેનમાં જેક નોર્જિયાએ 95 રનમાં 9 વિકેટ લીધી હતી. આ ઉપરાંત તેણે ભારત સામે ભારતમાં રમતી વખતે પણ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો. આ પહેલા 2017માં નાથન લાયને 50 રનમાં 8 અને 2008માં જેસન ક્રેઝાએ 215 રનમાં 8 વિકેટ ઝડપી હતી.
એઝાઝ ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં એક જ ઇનિંગમાં 10 વિકેટ ઝડપનાર ત્રીજો ખેલાડી બની ગયો છે. આ અગાઉ ભારતના અનિલ કુંબલે અને ઇગ્લેન્ડના જિમ લેકરે આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો. કુંબલેએ 1999માં પાકિસ્તાન વિરુદ્ધ દિલ્હીમાં આ કમાલ કર્યો હતો. ઇગ્લેન્ડ જિમ લેકરે એક જ ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. વર્ષ 1956માં લેકરે ઓસ્ટ્રેલિયા સામે એક જ ઇનિંગમાં તમામ 10 વિકેટ ઝડપી હતી. 141 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં અત્યાર સુધી ફક્ત ત્રણ જ બોલર આ કારનામું કરી શક્યા છે. એઝાઝ પટેલ ત્રીજો બોલર બન્યો છે.
Rahul Gandhi એ કહ્યુ- ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને વળતર આપે મોદી સરકાર
Omicron Variant: શું ઓમિક્રોન વેરિઅન્ટથી આવશે કોરોનાની ત્રીજી લહેર ? જાણો સ્વાસ્થ્ય મંત્રાલયનો જવાબ
Surat : વિદ્યાર્થી સહિત પરિવારના 3 સભ્યોને લાગ્યો કોરોનાનો ચેપ, આખી સોસાસટી મૂકાઈ કન્ટેન્ટમેન્ટમાં