શોધખોળ કરો

Ajit Agarkar: વન-ડેમાં સૌથી ઝડપી અડધી સદી, BCCI ના નવા ચીફ સિલેક્ટરના નામે છે અનેક રેકોર્ડ્સ

અગરકરની ગણતરી ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં થાય છે

New Chief Selector Ajit Agarkar's International career And Records: ભારતીય ટીમના આગામી મુખ્ય પસંદગીકારની શોધ આખરે 4 જુલાઈના રોજ સમાપ્ત થઈ હતી. ભારતના ભૂતપૂર્વ ખેલાડી અજીત અગરકરને આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. પસંદગી સમિતિના બાકી રહેલા સભ્યોમાં અગરકર પાસે આંતરરાષ્ટ્રીય ક્રિકેટનો સૌથી વધુ અનુભવ છે. તે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયા તરફથી રમી ચૂક્યા છે. અગરકરની ગણતરી ભારતીય ક્રિકેટના શ્રેષ્ઠ ઝડપી બોલરોમાં થાય છે. બેટિંગમાં પણ તેના નામે કેટલાક શાનદાર રેકોર્ડ છે.

અગરકરના નામે નોંધાયેલા છે આ રેકોર્ડ્સ

ટીમ ઈન્ડિયાના નવા મુખ્ય પસંદગીકાર અજીત અગરકરે 191 વનડેમાં 27.85ની સરેરાશથી 288 વિકેટ ઝડપી છે. દરમિયાન તેણે બે વખત એક મેચમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ હાંસલ કરી છે. અગરકરે બેટિંગમાં પણ મહત્વનું યોગદાન આપ્યું છે. તેણે વનડેમાં 14.59ની એવરેજથી 1269 રન બનાવ્યા છે, જેમાં 3 અડધી સદીની ઇનિંગ્સનો સમાવેશ થાય છે.

ટેસ્ટમાં ફટકારી છે એક સદી

અજીત અગરકરે ટેસ્ટ ફોર્મેટમાં ભારતીય ટીમ તરફથી 26 મેચ રમી છે. દરમિયાન તેણે 58 વિકેટ ઝડપી છે જ્યારે 571 રન ફટકાર્યા છે. અગરકરના નામે ટેસ્ટમાં 1 સદી પણ છે, જે તેણે 2002માં ટીમ ઈન્ડિયાના લોર્ડ્સના પ્રવાસ દરમિયાન ફટકારી હતી. નવા મુખ્ય પસંદગીકારે ટીમ ઈન્ડિયા માટે 4 ટી-20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે, જેમાં તે 3 વિકેટ લેવામાં સફળ રહ્યો છે. અજીત અગરકર 2007માં ધોનીની કેપ્ટનશીપમાં ટી20 વર્લ્ડ કપ જીતનાર ટીમ ઈન્ડિયાનો સભ્ય પણ હતો.

ભારતીય ખેલાડી તરીકે વન-ડેમાં સૌથી ઝડપી અડધી સદીનો રેકોર્ડ

ટી-20 ફોર્મેટ આવ્યા પછી પણ અત્યાર સુધી વન-ડેમાં ભારતીય ખેલાડી તરીકે સૌથી ઝડપી અડધી સદી ફટકારવાનો રેકોર્ડ અજીત અગરકરના નામે નોંધાયેલો છે. અગરકરે વર્ષ 2000માં ઝિમ્બાબ્વે સામેની મેચમાં 25 બોલમાં 67 રનની અણનમ ઇનિંગ રમી હતી. દરમિયાન તેણે માત્ર 21 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી.

વન-ડેમાં અજીત અગરકરે ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર ડેનિસ લિલીનો સૌથી ઝડપી 50 વિકેટ લેવાનો રેકોર્ડ તોડ્યો હતો. અગરકરે માત્ર 23 મેચમાં પોતાની 50 વિકેટ પૂરી કરી હતી. આ રેકોર્ડ લગભગ એક દાયકા પછી શ્રીલંકાના સ્પિનર ​​અજંતા મેન્ડિસે તોડ્યો હતો. મેન્ડિસે 19 મેચમાં આ રેકોર્ડ પોતાના નામે કર્યો હતો

2003માં એડિલેડ ટેસ્ટ મેચ જીતવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી

વર્ષ 2003માં એડિલેડના મેદાન પર ભારતીય ટીમે ઓસ્ટ્રેલિયા સામે 4 વિકેટે ઐતિહાસિક જીત મેળવી હતી. આ મેચમાં અજીત અગરકરે કાંગારૂ ટીમની બીજી ઇનિંગમાં 41 રનમાં 6 વિકેટ ઝડપી હતી, જેના કારણે તે માત્ર 196 રનના સ્કોર પર સમેટાઈ ગઈ હતી અને બાદમાં ભારતીય ટીમે મેચ જીતી લીધી હતી. આ સિવાય અજીત અગરકરના નામે વનડેમાં 288 વિકેટ છે. તે આ ફોર્મેટમાં ભારત માટે ત્રીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર છે

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેમ ખૂટ્યું ખાતર?Hun To Bolish : હું તો બોલીશ : પોસ્ટમોર્ટમAmreli Farmer: અમરેલી જિલ્લામાં ખાતરની અછત! બગસરામાં 360 બેગ ખાતર માટે ખેડૂતોએ કરી પડાપડીRajkot News: જેતપુર યાર્ડમાં મગફળીથી છલકાયું, બજાર કરતા સારા ભાવથી ખેડૂતો ખુશ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
મણિપુરમાં હિંસા બાદ બે જિલ્લામાં કફર્યૂ, 7 જિલ્લામાં ઈન્ટરનેટ પર પ્રતિબંધ
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
રાજ્યમાં રેકોર્ડ બ્રેક ઠંડી પડશે, જાણો અંબાલાલ પટેલની કડકડતી ઠંડીને લઈ આગાહી
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Champions Trophy Tour: ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી ટૂરનું નવું શેડ્યૂલ જાહેર કર્યું, જાણો ટ્રોફી ક્યારે આવશે ભારત 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Maharashtra Election: ચૂંટણી પ્રચાર દરમિયાન બગડી ગોવિંદાની તબિયત, રોડ શો છોડી મુંબઈ પરત ફર્યા 
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
Surat: સુરત ક્રાઈમ બ્રાન્ચે લાખોની કિંમતના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને ઝડપી લીધા
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
આ મ્યુચ્યુઅલ ફંડે રોકાણકારોને બનાવ્યા કરોડપતિ, 10 લાખના બની ગયા 7 કરોડ 
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન,  કિંમત જાણી ચોંકી જશો
336 દિવસની વેલિડિટી સાથે BSNLનો પ્લાન, કિંમત જાણી ચોંકી જશો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Gandhinagar: હવે ખેતરમાં નહીં પલળે ખેડૂતોનો પાક, રાજ્ય સરકારે આ યોજનાની રકમમાં કર્યો મોટો વધારો
Embed widget