શોધખોળ કરો
અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ દીકરીનું નામ રાખ્યું Anvi, જાણો શું થાય છે તેનો મતલબ
અનવી હિંદૂ ધર્મનું નામ છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને આ નામથી ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ કપલના ઘમાં લક્ષ્મી આવી છે ત્યારે તેનું નામ પણ તેવું જ કેમ ન હોય.
![અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ દીકરીનું નામ રાખ્યું Anvi, જાણો શું થાય છે તેનો મતલબ anushka sharma virat kohli named their newborn angel anvi know the meaning of this name અનુષ્કા શર્મા અને વિરાટ કોહલીએ દીકરીનું નામ રાખ્યું Anvi, જાણો શું થાય છે તેનો મતલબ](https://static.abplive.com/wp-content/uploads/sites/7/2021/01/12004247/Anushka-Sharma-virat-Kohli.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી અને તેની પત્ની બોલીવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્મા માતા-પિતા બની ગયા છે. અનુષ્કાએ દિકરીને જન્મ આપ્યો છે. છેલ્લા ઘણા સમયથી વિરાટ-અનુષ્કા પોતાના પ્રથમ બાળકની રાહ જોઈ રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે વિરાટ ઓસ્ટ્રેલિયા પ્રવાસ પરથી પરત ભારત આવી પહોંચ્યો હતો.
દીકરીના જન્મ બાદ અનુષ્કા અને વિરાટને લોકો શુભકામનાઓ પાઠવી રહ્યા છે. ખુશખબર સામે આવ્યા બાદ ફેન્સ સતત જાણવા માગે છે કે તેણે પોતાની દીકરીનું નામ શું રાખ્યું છે.
અહેવાલ અનુસાર અનુષ્કા અને વિરાટે પોતાની દીકરીનું નામ અનવી (Anvi)રાખ્યું છે. આ અનુષ્કા અને વિરાટના નામમાંથી બનાવવામાં આવ્યું છે.
અનવી હિંદૂ ધર્મનું નામ છે અને ખૂબ જ શુભ માનવામાં આવે છે. દેવી લક્ષ્મીને આ નામથી ઓળખવામાં આવે છે. હવે જ્યારે આ કપલના ઘમાં લક્ષ્મી આવી છે ત્યારે તેનું નામ પણ તેવું જ કેમ ન હોય.
તમને જણાવીએ કે, વિરાટ કોહલીએ પિતા બનવાના ખુશખભર સોમવારે ખુદ ટ્વિટર પર આપ્યા હતા. તેણે પોતાની પોસ્ટમાં લખ્યું કે, ‘અમે બંન્નેને જણાવતા આનંદ થાય છે કે આજે બપોરે અમારી પુત્રીનો જન્મ થયો છે. અમે તમારા પ્રેમ અને શુભેચ્છાઓ માટે આભારી છીએ. અનુષ્કા અને પુત્રી બંને સ્વસ્થ છે. ” વિરાટે આગળ લખ્યું કે, આ અમારુ સૌભાગ્ય છે કે અમને આ જીવનમાં આ ચેપ્ટરનો અનુભવ કરવા મળ્યો. અમે જાણીએ છીએ કે તમે તે જરૂર સમજશો કે આ સમયે અમને થોડી પ્રાઇવસીની જરૂર હશે. જણાવી દઇએ કે આ ખબરથી વિરુષ્કાના ફેન્સ વચ્ચે ખુશીની લહેર પ્રસરી ગઇ છે.View this post on Instagram
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
રાજકોટ
બિઝનેસ
દુનિયા
દેશ
Advertisement
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)