Asia Cup 2022: પાકિસ્તાન સામે મેચ પહેલાં રોહિત અને કોહલીએ લગાવ્યા જબરદસ્ત શોટ્સ, જુઓ વીડિયો
એશિયન ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એટલે કે એશિયા કપ હવે થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે.
Asia Cup 2022, Virat Kohli And Rohit Sharma Net Practice Video: એશિયન ક્રિકેટનો સૌથી મોટો મહાકુંભ એટલે કે એશિયા કપ હવે થોડા જ દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે. એશિયા કપ 27 ઓગસ્ટથી શરૂ થઈ રહ્યો છે. ટૂર્નામેન્ટની સૌથી મોટી મેચ એટલે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ 28 ઓગસ્ટે રમાશે. આ પહેલા ટીમ ઈન્ડિયાનો કેપ્ટન રોહિત શર્મા અને ટીમનો સ્ટાર બેટ્સમેન વિરાટ કોહલી નેટ પર જોરદાર પ્રેક્ટિસ કરી રહ્યા છે.
દુબઈમાં પ્રેક્ટિસ દરમિયાન રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નેટમાં ચોગ્ગા અને સિક્સરનો વરસાદ કર્યો હતો. નેટ્સમાં બંનેએ અશ્વિન અને જાડેજાના બોલ પર જોરદાર શોટ રમ્યા હતા. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
Rohit Sharma & Virat Kohli practicing in the nets.#RohitSharma #ViratKohli#INDvPAK #AsiaCup2022pic.twitter.com/o9bKADV9cb
— Square Leg (@Cricket_Is_Here) August 25, 2022
એશિયા કપમાં નવી જર્સીમાં જોવા મળશે ટીમ ઈન્ડિયા
એશિયા કપમાં ભારતીય ટીમ નવી જર્સીમાં જોવા મળશે. ICC અને ACCની દરેક ટૂર્નામેન્ટમાં ટીમો નવી જર્સીમાં જોવા મળે છે. આ જર્સીમાં ટૂર્નામેન્ટનું નામ પણ લખેલું હોય છે. ભારતીય ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઈન્સ્ટાગ્રામ પર એક સ્ટોરી શેર કરી છે, જેમાં ટીમ ઈન્ડિયાની એશિયા કપની નવી જર્સી પરથી પડદો ઉઠ્યો છે. ભારતીય ટીમની જર્સી વાદળી છે, જ્યારે એશિયા કપ 2022નો લોગો પણ ટીમની જર્સીમાં દેખાય છે. આ જર્સી પર ત્રણ સ્ટાર પણ છે. તમને જણાવી દઈએ કે, જાડેજા સિવાય અન્ય કોઈ ખેલાડીએ નવી જર્સીમાં ફોટો કે વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો નથી.
Rohit Sharma Entering Stadium Like A Boss ✌🏻 pic.twitter.com/9kKS9P3Lao
— Vaibhav Bhola 🇮🇳 (@VibhuBhola) August 25, 2022
પાકિસ્તાન ટીમનો નવો અવતાર પણ જોવા મળશે
ભારતીય ટીમ સિવાય પાકિસ્તાનની ટીમે પણ પોતાની નવી જર્સીની તસવીર શેર કરી છે. બાબર આઝમની કેપ્ટનશીપમાં એશિયા કપ રમનાર પાકિસ્તાની ટીમે પોતાની નવી જર્સીની તસવીર જાહેર કરી છે. તેની નવી જર્સીમાં કેપ્ટન બાબર આઝમ અને ટીમના અન્ય ખેલાડીઓ ફોટોશૂટ માટે પહોંચ્યા હતા.